અમદાવાદ / ઋતંભરાદેવીએ કહ્યુ- એન્કાઉન્ટર સમાધાન નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી

ઋતંભરાદેવીની ફાઇલ તસવીર
ઋતંભરાદેવીની ફાઇલ તસવીર

  • ઉવારસદમાં ઋતંભરાદેવીનું મહિલા સશક્તીકરણ વિષય પર પ્રવચન

Divyabhaskar.com

Dec 09, 2019, 06:25 AM IST
અમદાવાદ: ઉવારસદમાં મા ઉમિયાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહૂતિના દિવસે દીદીમા ઋતંભરાદેવીજીએ પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, આજના કળયુગમાં સ્ત્રીએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાની જરૂર છે. હૈદરાબાદમાં દુષ્કર્મીઓના એન્કાઉન્ટ વિશે બોલતા તેમણે કહ્યું, એન્કાઉન્ટર એ સમાધાન નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી છે.
બધા મોટા બનવા માગે છે, પણ ન બને તો તણાવમાં આવી જાય છે
આજે આપણે કોમ્પિટિટર બની ગયા છીએ, આપણે મોટા બનવા માગીએ છીએ, પરંતુ જ્યારે મોટા નથી બની શકતા ત્યારે તણાવમાં આવી જઈએ છીએ. એ વાત હંમેશાં જોવા મળે છે કે, કોઈ નાનો, કાળો, ઠીંગણો છે, જેના કારણે ક્યારેક ધૃતકારની લાગણી જોવા મળતી હોય છે, પરંતુ તે કારણથી તેમની હિનભાવનાઓ વિસ્ફોટક રીતે બહાર નીકળી રહી છે, જેના કારણે પરિણામ વિપરીત આવે છે. સમાજ બીજું કોઈ નહીં, આપણે જ છીએ. મોહમુક્ત બનીને સત્યના પક્ષમાં રહીને કાર્ય કરો.
દરેક વ્યક્તિમાં સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ અને સન્માન હોવું જરૂરી છે
દરેક વ્યક્તિમાં સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ અને સન્માન હોવું જોઈએ. કેટલાક લોકો રક્ષાબંધન જેવી પરંપરાને બકવાસ કહે છે. એન્કાઉન્ટરમાં પાપીઓ મરી રહ્યા છે, પરંતુ સમાધાન આ નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી છે. લોકોમાં પરિવર્તન જરૂરી નથી, ભારતની વ્યવસ્થા જરૂરી છે. હૈદરાબાદમાં પોલીસ પર જે લોકોએ ફૂલ વરસાવ્યા તે ન્યાય છે. નિર્ભયાને લઈ હજુ દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. અન્યાય ત્યારે જ થાય જ્યારે ન્યાય સમયસર નથી મળતો.
પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ
આજે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણનું પ્રમાણ વધ્યું છે, જેનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. કાયદો સખત કરવાની વાત થઈ રહી છે, તો તેની સામે કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોહીમાં ભ્રષ્ટાચાર છે, જેના કારણે આરોપીઓ છૂટી જાય છે. પ્રતિબંધ લગાવવાથી કશું નહિ થાય. સુપ્રીમ કોર્ટના નિર્ણયોને સ્વીકાર્ય કર્યા બાદ મુસ્લિમ લીગ કેમ ફરી ગયું? દેશમાં શાંતિ અને સુખાકારી માટે નિર્ણય જરૂરી છે, પણ અમુક લોકોને પોતાની દુકાનો ચલાવવી છે.
સંતાનોમાં મોબાઇલ વળગણ, માતાપિતા જવાબદાર
ઋતંભરાદેવીએ બાળકોનાં ઉછેર વિશે માતાપિતાને જવાબદાર ગણાવતા કહ્યું કે, સંતાનો હંમેશાં દિવસરાત મોબાઇલનો ઉપયોગ કરે છે, તેની પાછળ માતાપિતા જ જવાબદાર છે. બાળકો તુલસીના છોડ છે, તેમને દારૂની લતે ન લગાડો. સંતાનોને શિક્ષણની સાથે સાથે આપણે તેમને વીરગાથાઓ પણ સંભળાવતા રહેવું જોઈએ.
X
ઋતંભરાદેવીની ફાઇલ તસવીરઋતંભરાદેવીની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી