તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:રસકસની દુકાનની ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ જબ્બે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કાર સ્કુલ ચોકડી પાસે તસ્કરો મુદામાલ સાથે પકડાયા

ભુજના એરપોર્ટ રોડ આશાપુરાનગરમાં ગત 12મીની રાત્રે રસકસની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ ઇસમોને એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મુદામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરાનગર ખાતે રહેતા દિપકભાઇ જાદવજીભાઇ ભાનુશાલીની શ્રધ્ધા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું છાપરૂ તોડી ગત રવિવારે રાત્રથી સોમવારની સવાર દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશ કરી ચા સાબુ શેમ્પુ બીડી ગુટકાના પડીકાઓ મળીને 7,370 રૂપિયાનો માલસામાનની ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન એ ડિવિઝનના એએસઆઇ કિશોરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સાંસ્કાર સ્કુલ ચોકડી પાસે ત્રણ ઈશમ એક પ્લાસ્ટીકના કોથળામા કરીયાણાની વસ્તુ લઇને ફરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે અમિન કાસમ નોડ (ઉ.વ.22), અલ્તાફ અબ્દુલ લંઘા (ઉ.વ.21), અલ્ફાઝ ગફુર કુંભાર (ઉ.વ.21), ત્રણેય રહે આશપુરા નગર વાળાઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછતાછમાં તેમણે રસકસની દુકાનમાંથી ચોરી હોવાની કબુલાત આપતાં ત્રણે વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.આર બારોટ, માર્ગ દર્શન સવેલન્સ એ.એસ.આઈ કીશોરસસાંહ બી જાડેજા, તથા સુરેન્દ્રસિંહ વી ઝાલા તથા મયુરસિંહ આઇ જાડેજા, અને મયુરસિંહ આર.ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મામદભાઇ કુંભાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો