તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Rupees 10 Thousand Crore Provision To Protect Indo Pacific Region From China's Influence Before Trump's Visit To India

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા નિર્ણય, હિંદ-પ્રશાંત ક્ષેત્રને ચીનના પ્રભાવથી બચાવવા રૂપિયા 10 હજાર કરોડની જોગવાઈ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાને લઈ સાવચેત છે-ફાઈલ ફોટો
  • ટ્રમ્પ પ્રશાસને વર્ષ 2021 માટે બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો, 21 કરોડ રૂપિયાના ક્ષેત્રમાં ચીનના દુષ્પ્રચારનો સામનો કરવા ખર્ચ કરશે
  • અમેરિકા સંરક્ષણ મંત્રાલય પેન્ટાગનના મતે હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા માટે અમે ભારત સાથે સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન નાણાકીય વર્ષ 2021માં હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે 1.5 અબજ ડોલર (આશરે 10 હજાર કરોડ રૂપિયા)ની જોગવાઈ કરી છે. વ્હાઈટ હાઉસે સોમવારે આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રને ચીનના કુપ્રભાવથી બચાવવા અને આ વિસ્તારની સ્વતંત્રતાનું જતન કરવા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. આ નિર્ણય ત્યારે કરવામાં આવ્યો છે કે જ્યારે ફેબ્રુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ પર આવવાના છે.
વ્હાઈટ હાઉસે બજેટમાં આ ખર્ચની જોગવાઈ કરતા કહ્યું છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર કે જ્યાં વિશ્વની અડધો અડધ જનસંખ્યા છે અને ઝડપભેર અર્થતંત્ર ઉભરી રહ્યું છે, જેની સુરક્ષા અમેરિકાના હિતો માટે અત્યંત મહત્વની છે. બજેટ હેઠળ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર 1.5 અબજ ડોલર ખર્ચ કરવામાં આવશે. આ ફંન્ડિગ અલગ-અલગ દેશોમાં લોકશાહી કાર્યક્રમ શરૂ કરવા, સુરક્ષા સહયોગને મજબૂત કરવા, આર્થિક શાસન સુધારવા તથા અર્થતંત્રના વિકાસમાં મદદ કરશે.

હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના દેવાથી બચાવવા માટે દરખાસ્ત
આ સંપૂર્ણ બજેટમાં 3 કરોડ ડોલર (આશરે 21 કરોડ રૂપિયા) ક્ષેત્ર અંગે ચીન તરફથી ફેલાવવામાં આવેલ દુષ્પ્રચાર અને ખોટી માહિતીનો સામનો કરવા માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત 80 કરોડ ડોલર (આશરે 5700 કરોડ) આ ક્ષેત્રમાં પ્રાઈવેટ સેક્ટરના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. જેથી અહીં રહેલા દેશોને ચીનની મોંધી અને લુટ સમાન દેવા નીતિઓનો વિકલ્પ આપી શકાય.
બજેટ પ્રસ્તાવમાં અમેરિકી સુરક્ષા વિભાગ પેન્ટાગને આરોપ લગાવ્યો છે કે ચીન સતત હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સ્વાયતતાનું ઉલ્લંઘન કરવામાં વ્યસ્ત છે. આ સાથે તે અન્ય દેશોની સ્વાયતતાનું ઉલ્લંઘન કરવામાં વ્યસ્ત છે. આ સાથે તે અન્ય દેશોમાં બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ અંતર્ગત રોકાણ કરી તેનું નિયંત્રણ વધારવા ઈચ્છે છે. પેન્ટાગને એમ પણ જણાવ્યું હતું કે સંરક્ષણ વિભાગ સતત બીજા દેશો સાથે મજબૂત ભાગીદારી બનાવવામાં વ્યસ્ત છે. ભારત સાથે મળી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DOD)ના સહયોગ વધી રહ્યો છે. તે અંતર્ગત બન્ને દેશોએ ટાઈગર ટ્રાયંફ નૌસૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો