સોલાર પોલિસીમાં સુધારો / MSME એકમો મંજૂર લોડના 100 %થી વધુ ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપી શકશે, વધારાની વીજળી વેચી શકશે

મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

  • MSME એકમો માટે સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર 
  • વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે
  • હવે MSME એકમો મંજૂર લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સ્થાપિત કરી શકશે 
  • વીજ વપરાશ માટે હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ રૂ. 8 માં અંદાજે રૂ. 2.75 થી 3.80નો ફાયદો 
     

Divyabhaskar.com

Sep 19, 2019, 01:31 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકારે ગ્રીન–ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કરી હતી. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. જો MSME એકમો પોતાના સ્વ વપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.

મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મંદી એક હવા છે અને એક પણ MSME એકમ બંધ થયું નથી.

રાજ્ય સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા 2015માં સોલાર પોલિસી જાહેર કરી હતી. જેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યું છે.

અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો
ઊર્જા મંત્રીએ આગળ જણાવ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.8 જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે. એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે 3.80 રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે 2.75 જેટલો ફાયદો થશે.

થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી–સૂર્યઊર્જા ખરીદી શકશે
ઊર્જા મંત્રી સૌરભ પટેલ મુજબ, આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી–સૂર્યઊર્જા ખરીદી શકશે. જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયત ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌર ઊર્જા ઉત્પાદન કરીને ક્લિન–ગ્રીન એનર્જી મેળવી શકશે.

ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલિંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે
ઊર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પહેલથી ગુજરાતમાં સૌરઊર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની નવી દિશા ખૂલી છે. ઉલ્લેખનીય છે કે, સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલિંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે. તાજેતરમાં ગુજરાત સરકારે ‘સૂર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના’ જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે.

ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક 2022 સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે, ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-ક્લિન સૌરઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

X
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીરમુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી