અમદાવાદ / રાજ્ય સરકારની જાહેરાત, ગુજરવાડામાં શોષકૂવામાં પડવાથી મૃત્યુ પામેલાના વારસદારોને રૂ.4 લાખની સહાય

મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

  • સીએમ રૂપાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી

Divyabhaskar.com

Sep 19, 2019, 05:35 PM IST

અમદાવાદઃ સમી તાલુકાના ગુજરવાડા ગામે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ આ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

કેવી રીતે કરૂણાંતિકા બની
મંગળવારે સાંજે 5:00 વાગ્યે શૌચાલયના શોષકૂવાના પથ્થર પગ મૂકતાં જ તૂટી પડતાં કૂવામાં ખાબકેલા પતિને બચાવવા જતાં પત્ની અને ત્રણ કુટુંબીઓનાં કૂવામાં સરકી પડતાં ગેસથી ગુંગળાઇ જવાથી પાંચેયનાં મોત થયાં હતાં. જ્યારે બે વ્યક્તિ અંદર ઉતર્યા પછી રહી શકાય તેમ ન હોઇ બહાર નીકળી જતાં બચી ગયા હતા. આ ઘટનાથી સમી વઢિયાર પંથકના નાડોદા સમાજમાં હાહાકાર મચી ગયો હતો.

કોના કોના મોત થયા હતા
શોષકૂવામાં પડવાને કારણે મોતને ભટેલા લોકોમાં રતા જલાભાઇ ચેલાભાઇ નાડોદા(45),મંજુલાબેન રતાભાઇ નાડોદા (42), રતા જલાભાઇ દેવાભાઇ નાડોદા (50), અજાભાઇ ગગજીભાઇ નાડોદા (60),રાજાભાઇ પચાણભાઇ નાડોદા (45)નો સમાવેશ થાય છે.

X
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીરમુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી