તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મદદ:સુરતની સંસ્થા કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને રૂ. 35 હજાર સુધીની રોકડ સહાય કરી રહી છે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 63 પરિવારને 18 લાખની સહાય કરી, 35 લાખ સુધી મદદ કરવાનો ટાર્ગેટ

કોરોનામાં મૃત્યુ પામેલા આર્થિક રીતે નબળા રત્નકલાકાર પરિવારોને સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) યુવાનો રોકડ રૂપિયા 10 હજારથી લઈને 35 હજાર સુધીની સહાય કરીને 63 ફેમિલી મળીને કુલ 18 લાખ રૂપિયાની રોકડ સહાય કરવામાં આવી છે, અને 35 લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો આ સંસ્થાનો ટાર્ગેટ છે. આ ઉપરાંત કોરોના કાળમાં જે રત્નકલાકારોએ બેરોજગારીથી કંટાળી આત્મહત્યા કરી છે તેવા પરિવારને પણ આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. સંસ્થામાં 32 યુવાનો વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. જેમાંથી 13 યુવાનોની એક ટીમ બનાવવામાં આવી છે. જે પરિવાર આર્થિક સહાય માટે કહે છે તેમના ઘરે જઈને તપાસ કર્યા બાદ જેમને જરૂર હોય તેટલી આર્થિક સહાય કરે છે.

DICFના યુવાનોએ આર્થિક સહાય આપી રત્નકલાકારોને પીઠબળ આપ્યું

અમેરિકાના રહેવાસી ફંડ પુરુ પાડે છેમૂળ સુરતના અને વર્ષોથી અમેરિકામાં રહેતા ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ સુરતનું ઋણ ચુકવવા માટે મદદ કરી રહ્યા છે. અમેરિકામાં રહેતા સુરતીઓ દ્વારા રોકડ રૂપિયા 35 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે, જેમાંથી આ પરિવારને રોકડ આર્થિક સહાય પુરી પાડવામાં આાવી રહી છે.

મહિલા સશક્તિકરણ માટે આગળ આવ્યા
હવે આ સંસ્થા મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરશે. જે મહિલાઓ પોતાનો બિઝનેસ કરવા માંગે છે, ગૃહ ઉદ્યૌગ ચલાવવા માંગે છે તો તેમને તમામ માહિતી પુરી પાડીને કેવી રીતે તેમનો બિઝનેસ કરવો, તેમની પ્રોડક્ટ કેવી રીતે વેચવી સહિતની સિસ્ટમ બનાવીને તેમને મદદ કરશે. જેમાં કોઈ પણ 200 લોકોને રોજગારી આપી
મહિલાઓ વિનામૂલ્યે જોડાઈ શકશે.

લોકડાઉનમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. ત્યારે આ સંસ્થાએ આગળ આવી યુવાનોને નોકરી અપાવવાનું બિડુ ઝડપી લીધું હતું. લોકડાઉન બાદ 200 યુવાનોને કંપનીઓમાં નોકરી અપાવી હતી.

આર્થિક નબળા પરિવારને મદદનો ઉદ્દેશ

‘અમારી સંસ્થાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવાનો છે, સાથે યુવાનોને પગભરનો છે. નોકરી કોઈ કારણે છૂટી ગઈ છે તેને નોકરી અપાવી રહ્યા છે. મદદ કરવા અનેક સંસ્થાઓ આગળ આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો