સાઇબર ક્રાઇમ / ‘SBIમાંથી બોલું છું’ કહી કાર્ડની વિગત મેળવી ગઠિયાએ બે લાખ ઉપાડી લીધા

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • અમરાઈવાડીનાં મહિલા પ્રોફેસરની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

Divyabhaskar.com

Jan 18, 2020, 06:46 AM IST
અમદાવાદ: અમરાઈવાડીમાં રહેતાં મહિલા પ્રોફેસરને એક ગઠિયાએ ‘એસબીઆઈમાંથી બોલું છું અને બેંક કાર્ડનું વેરિફિકેશન અને બર્થ ડેટ અપડેટ કરાવવાનું’ કહી કાર્ડની ડિટેઇલ મેળવી 2 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ગઠિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
તમારું વેરિફિકેશન તથા જન્મ તારીખ અપડેટ કરવાનું કહી એક્ટિવેશન કોડ મેળવી લીધો હતો
અમરાઈવાડીમાં રહેતા અને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં કોમલબેન વ્યાસને 29 ઓક્ટોબરે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘એસબીઆઈમાંથી બોલું છંુ, તમારું એકાઉન્ટ ખોટી જન્મ તારીખના લીધે સસ્પેન્ડ થઈ ગયું છે, તે ફરીથી ચાલુ કરવા માટે એક લિંક મોકલું છું તે લિંક પર ક્લિક કરી તમારી સાચી જન્મ તારીખ નાખી સેવ કરો.’ આથી કોમલબેને તે લિંક ઓપન કરી જન્મ તારીખ નાખીને સેવ કરી હતી, ત્યારબાદ સાંજે કોમલબેનના ફોન પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘એસબીઆઈ વિદ્યાનગરમાંથી વાત કરંુ છું તમારી જન્મ તારીખ અપડેટ કરી છે તે સાચી હોય તો તે વેરિફાઈ કરવાની હોવાથી તમારા ફોન પર એક્ટિવેશન કોડ આવશે તે કોડ અમને જણાવો.’ આથી કોમલબેને તે કોડ આપ્યો હતો. ત્યારબાદ થોડો સમય જતા કોમલબેને પોતાના એટીએમ કાર્ડનું બેલેન્સ ચેક કર્યું હતું ત્યારે તેમના એકાઉન્ટમાંથી રૂ. 2 લાખ ઊપડી ગયા હોવાનું જાણવા મ‌‌ળ્યું હતું.
5 વખત ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડ્યા
કોમલબેનના ફોનમાં અલગ અલગ ટાઈમે પૈસા ઉપાડ્યાના 5 મેસેજ હતા, થોડા સમય પછી મોબાઇલ ચેક કર્યો ત્યારે ખબર પડી કે બે લાખ ઉપડી ગયા છે.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી