ડીસા / પેછડાલની મહિલા દૂધ મંડળીના માજી મંત્રી દ્વારા ‌રૂ. 1.05 કરોડની ઉચાપત

rs. 1 crore fraud by Former Minister of Women's Milk mandal

  • ઓડિટ દરમિયાન  ઉચાપતની ઘટના સામે આવી, હનુમાનપુરા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના મહિલા ચેરમેનની આગથળા પોલીસમાં ફરિયાદ

Divyabhaskar.com

Dec 12, 2019, 08:26 AM IST
પાલનપુરઃ ડીસા તાલુકાના પેછડાલ ગામની હનુમાનપુરા મહિલા દુધ ઉત્પાદન મંડળીના માજી મંત્રીએ રૂ.1.5 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડિટ દરમ્યાન ખુલતા મંડળીના મહિલા ચેરમેને માજી મંત્રી નાનજીભાઈ જેઠાભાઇ પટેલ સામે આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના પેછડાલ ગામમાં આવેલી હનુમાનપુરા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વર્ષ 2010થી ડેરીના મંત્રી તરીકે ફરજ બજાવતા નાનજીભાઇ જેઠાભાઇ પટેલ ડેરીનો હિસાબી વહીવટ,નાણાંકીય જવાબદારી,દાણ,ઘી ખરીદ વેચાણ,બેન્કમાં નાણાકીય લેવડ દેવડ સહીત ગ્રાહકોને ચૂકવાતા દૂધના નાણાંની જવાબદારી સંભાળતા હતા.જો કે નાનજીભાઇની 9 વર્ષની ફરજ બાદ 30 માર્ચએ વ્યવસ્થાપક કમિટીમાં નાનજીભાઇએ નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું સામે આવતાં 31 માર્ચ સુધીના હિસાબોની જવાબદારી બાદ તેમને ફરજ પરથી બરતરફ કરી દીધા હતા.અને તે બાદ નવા મંત્રીની નિમણૂક કરી હતી.જોકે તે બાદ સહકારી મંડળીઓ ડીસા-1ના સબ એડીટર દ્વારા ઓડિટ કરાતાં 31 માર્ચ સુધી ના નાણાકીય હિસાબોમા તપાસના અંતે રૂ.1,05,50,180ની ઉચાપત હોવાનુ સામે આવ્યુ હતુ.માજી મંત્રી નાનજીભાઇએ આ નાણા પોતાના અંગત ઉપયોગમાં વાપરી દીધી હોવાનુ ખુલતા બુધવારે ડેરીના ચેરમેન નાવબેન કાનજીભાઇ ગણેશભાઇ પટેલએ આગથળા પોલીસ મથકે માજી મંત્રી નાનજી ભાઈ વિરૂધ્ધ નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
X
rs. 1 crore fraud by Former Minister of Women's Milk mandal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી