જૂનાગઢ / 4 મહિનામાં ગિરનાર રોપ - વેનું કામ પૂર્ણ થશે, PM ઉદ્ધાટન કરશેઃ મુખ્યમંત્રી

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ગિરનાર તળેટીમાં પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઇ CMએ જાહેરાત કરી
  • પ્રવાસીઓ વધશે અને જૂનાગઢ, સાસણ, સોમનાથની ટૂરિસ્ટ સર્કિટ બનશે

Divyabhaskar.com

Oct 07, 2019, 05:39 AM IST
જૂનાગઢ: જૂનાગઢ રાજકોટ હાઇવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ ગિરનાર રોપ - વે પ્રોજેકટ સાઇટની મુલાકાત લીધી હતી અને ત્યાંની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગિરના રોપ - વે એ જૂનાગઢના ટુરિઝમનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. હાલ તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. ચાર મહિનામાં રોપ - વેનું કામ પુર્ણ થઇ જશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ - વેનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગિરનાર રોપ - વે એ એશિયાનો સૌથી લાંબો અને સૌથી ઉંચો રોપ - વે પ્રોજેકટ છે. જૂનાગઢમાં પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પરંતુ રોપ - વે સાકાર થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં બેહદ વધારો થશે અને જૂનાગઢનો ટુરિઝમ તરીકે વિકાસ થશે. જૂનાગઢમાં ગિરનાર, ઉપરકોટ વગેરે જોવા, સાસણ સિંહ દર્શન માટે, સોમનાથમાં મહાદેવના દર્શન માટે લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવે છે. ગિરનાર રોપ વે થયા બાદ આ સંખ્યા વધશે. આમ, જૂનાગઢ, સાસણ અને સોમનાથ ટુરિસ્ટ સર્કિટ બનશે જેમાં જૂનાગઢ ટુરિસ્ટ સેકટર બનશે. જૂનાગઢની ઇકોનોમી વધશે અને રોજગારીની તકો વધતા વિકાસના દ્વાર પણ ખુલી જશે.
કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર શરૂ
જૂનાગઢ રાજકોટ હાઇવે પરના વડાલ ગામે કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મુક્યું હતું. 160 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં તમામ પ્રકારના કેન્સરની નિ:શુલ્ક સારવાર મળશે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી