તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પગના ઓપરેશન માટે કરેલું દેવું ચૂકવવા અછોડાની લૂંટ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબ મહિલાનો અછોડો લૂંટનાર બે ઝડપાયા

પાણીગેટ નજીક સુલેમાની ચાલ પાસે તબીબ મહિલાના ગળામાંથી અછોડાની લૂંટ ચલાવનાર બે આરોપીને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રૂ. 35 હજારની કિંમતનો અછોડો અને બાઇક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.બી. જાડેજા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને પોકેટ કેપ એપની મદદથી વાહનોના નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન માહિતી મળી હતી કે, સુલેમાની ચાલ નજીક મોપેડ પર સવાર મહિલાના ગળામાંથી આછોડાની લૂંટ ચલાવી બાઇક સવાર બે શખ્સો ફરાર થયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇકના નંબરના આધારે પાણીગેટ બાવચાવાડ ખાતે રહેતા અજય રતિલાલ વસાવા અને સુનિલ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 35 હજારની કિંમતની સોનાની ચેન અને રૂ. 30 હજારની કિંમતની બાઇક મળી કુલ રૂ. 65 હજારની મતા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અજય વસાવાને તાજેતરમાં જ પગનું અોપરેશન કરાવ્યું હતું, જેના માટે ઉછીના પૈસા લેવા પડ્યા હતા. તે દેવું ચૂકવવા માટે અછોડો તોડ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો