તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકાથી 9 મહિના પહેલા વતન પરત ફરેલા વૃદ્ધ દંપતીને બંધક બનાવી 50 તોલા સોનુ, ડોલરની લૂંટ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
  • ગંગા ફાર્મ હાઉસમાં મોડી રાત્રે લૂંટની ઘટના
  • 10થી 15 લૂંટારૂ દ્વારા લૂંટ ચલાવવામાં આવી

સુરત-વલસાડઃ વલસાડના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રાત્રે 10થી 15 જટેલા લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ ફાર્મ હાઉસમાં હાજર વૃદ્ધ દંપતી અને મજૂરોને બંધક બનાવી 50 તોલા સોનુ, ડોલર અને રોકડા પાંચ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા દંપતી 9 મહિના પહેલા જ વતન પરત ફર્યા હતા.

પહેલાં મજૂરોને માર મારી બંધક બનાવી લીધા હતા
વૃદ્ધા રૂક્ષમણીબેન આર પટેલે જણાવ્યું હતું કે, તેઓના બે દીકરા અમેરિકામાં રહે છે જ્યારે એક દીકરો વલસાડ જિલ્લાના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રહે છે. તેઓ અમેરિકાની સિટીઝનશીપ ધરાવે છે. ખેતીના કામ અર્થે 9 મહિના પહેલા અમેરિકાથી વતન પરત ફર્યા હતા. ગત રોજ રાત્રે પોણા એક વાગ્યા આસપાસ 10થી 15 જેટલા લૂંટારૂ ધસી આવ્યા હતા. પહેલાં મજૂરોને માર મારી બંધક બનાવી લીધા હતા. જેથી દરવાજો ખોલી જોવા જતા હાથ ખેંચી જમીન પર પટકી પાડ્યા હતા. જેથી બૂમાબૂમ કરતા મોં પર હાથ મૂકી ધમકી આપી હતી.

દરવાજો પાંચ વાગ્યા સુધી ન ખોલવાની ધમકી આપી ભાગી ગયા
લૂંટારૂઓ મોં પર રૂમાલ અને હાફ પેન્ટ અને શર્ટ પહોરી આવ્યા હતા. લૂંટારૂઓએ વૃદ્ધાના પતિને અંદર ઘૂસી બંધ બનાવી લીધા હતા. ત્યારબાદ હાલના આંકડા પ્રમાણે 50 તોલા સોનુ, પાંચ લાખ રોકડા અને ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 2.30 વાગ્યા આસપાસ લૂંટારૂઓ તમામ મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ફાર્મ હાઉસનો દરવાજો પાંચ વાગ્યા સુધી ન ખોલવાની ધમકી આપી ભાગી ગયા હતા. ત્યારબાદ ગભરાઈ ગયેલા વૃદ્ધ દંપતી અને મજૂરોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની તજવીર હાથ ધરી છે. જ્યારે હાલ લૂંટનો આંકડો વધવાની પણ શક્યતા રહેલી છે.

દીકરો પરિવાર સાથે ફરવા ગયો ને લૂંટ થઈ
પટેલ પરિવારનો દીકરો પરિવાર સાથે કેરળ ફરવા માટે ગયો છે. દરમિયાન ફાર્મ હાઉસમાં માત્ર વૃદ્ધ દંપતી અને મજૂરો જ હતા. જેમને બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

જાણભેદૂ હોવાની આશંકા
ફાર્મ હાઉસમાં રહેતા પરિવારનો દીકરો ફરવા ગયો હોવાથી માત્ર વૃદ્ધ દંપતી અને મજૂરો જ હાજર હતા. આ દંપતી દ્વારા ગામના વિકાસમાં પણ ફાળો આપવામાં આવતો હોય છે. જેથી ઘરમાં લૂંટ ચલાવવામાં આવે તો મોટી રકમ મળી શકે તેવી શક્યતાના પગલે જાણભેદૂ દ્વારા જ લૂંટ ચલાવવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં લૂંટની ઘટનાઓથી ભયનો માહોલ
2020માં વાપીના ચણોદ ખાતે IIFLની લૂંટની ઘટનામાં હજું આરોપીઓ ઝડપાયા નથી. જ્યારે ડિસેમ્બર 2019માં જલારામ જવેલર્સમાં થયેલી લૂંટની ઘટના બની હતી. લૂંટની ઘટનાઓને લઈને વલસાડ જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લૂંટની ઘટનાઓ વધતી હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો