તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:સાજા દર્દીમાં 6 મહિને એન્ટીબોડી પૂરી થતાં હવે રિપિટ કેસોનું જોખમ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રની ટીમે વડોદરામાં રિપીટ કેસોની શક્યતા પર ભાર મૂક્યો હતો, વડોદરામાં હજી સુધી કોરોનાના 10 રિપીટ કેસો આવ્યા હોવાનો અંદાજ
  • વાઇરસે ઉથલો માર્યો છે કે કેમ તે જાણવા જિનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલાશે

વડોદરામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા આવેલી કેન્દ્ર સરકારની કમિટીએ આગામી સમયમાં કેસો વધે અને ખાસ કરીને રિપીટ કેસો આવે ત્યારે દર્દીના નમૂનાના જિનોમ સિક્વન્સિંગ કરવા પર ભાર મૂક્યો હતો. આ બાબતની ગંભીરતા લઇને હવે ગોત્રી હોસ્પિટલે આવા કોઇ કેસો આવે ત્યારે તેને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે કોરોનાની એન્ટીબોડી વ્યક્તિના શરીરમાં માત્ર 6 મહિના જ રહે છે.

ત્યારબાદ કોરોના વાઇરસ નવેસરથી પણ હુમલો કરી શકે છે. એટલે કે માર્ચથી જુલાઇ મહિનામાં કોરોના પોઝિટિવ આવેલા લોકોને હવેના બે-ત્રણ મહિનામાં કોરોના થવાનો ખતરો ઝળુંબી રહ્યો છે. કેન્દ્ર સરકારની કમિટીની ગોત્રી હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોરોનાનો વાઇરસ નવો હોવાથી તેની વર્તણૂંક હજી પણ તબીબો કે વૈજ્ઞાનિકોને સમજાઇ નથી. આ વિશે કોરોના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ‘જે દર્દીઓ ફરીવાર છ મહિના કે તે પહેલાં કે પછી કોરોનાનાં લક્ષણો અને ફરિયાદ લઇને આવે અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તેને કોરોના શરીરના જૂના વાઇરસને લીધે થયો છે કે શરીરમાં કોરોનાના નવા વાઇરસે પ્રવેશીને હુમલો કર્યો છે તે ચોક્કસ રીતે જાણી શકાતું નથી.

આ જાણવા માટે જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે.’ જિનોમ સિક્વન્સિંગ માટે જૂના અને નવા નમૂનાઓનું હોવું અનિવાર્ય છે. કારણ કે, બંને નમૂનાઓની સરખામણી કરીને જ બીજી વાર કોરોનાનો હુમલો જૂના વાઇરસને લીધે થયો છે કે નવા વાઇરસથી તે જાણી શકાય છે.ઉલ્લેખનીય છે કે, ગોત્રીમાં કોરોનાના દર્દીઓના 6600થી વધુ નમૂનાઓ સચવાયેલા છે. વડોદરામાં હજી કોરોનાના 10 જેટલા રિપિટ કેસો આવ્યાં હોવાનો તજજ્ઞોનો અંદાજ છે. પણ જિનોમ સિક્વન્સિંગથી કન્ફર્મ થયું ન હોવાને લીધે કોઇ સત્તાવાર વાત કરવા તૈયાર નથી.

જિનોમ સિક્વન્સિંગ શું છે? : આપણા શરીરના કોષોના રંગસૂત્ર પર 3000 અબજ જેટલા બેઝ લેટર તરીકે ઓળખાતા સ્થાનો છે. જેને જિનોમ કહેવાય છે. જેમાં વ્યક્તિની તમામ ખાસિયતોને લગતી માહિતી હોય છે. જે ડાયરિબોઝ ન્યૂક્લિઇક એસિડ નામના તત્વના બનેલા છે. પણ કોરોના વાઇરસના જિનોમ આરએનએ( રિબોઝ ન્યૂક્લિઇક એસિડ)ના બનેલા છે અને તે ખૂબ જ નાના હોય છે. એટલા નાના કે અત્યાર સુધી જેટલા વાઇરસથી હજી સુધી વિશ્વના તમામ લોકો સંક્રમિત થયા છે તે વાઇરસ એક ચમચીમાં આવી જાય. આ વાઇરસના આરએનએની સેર( સ્ટ્રેન્ડ) માત્ર 30000 બેઝનેટરની બનેલી છે. આ લેટર એક પછી એક ઓળખીને ‘વાંચી’ શકાય છે. આ પ્રક્રિયાને જિનોમ સિકવન્સિંગ કહે છે.

જિનોમ સિક્વન્સિંગના ફાયદા કયા છે ?: જિનોમ સિકવન્સિંગથી નમૂનામાં રહેલો વાઇરસ કેવા પ્રકારનો છે તે જાણી શકાય છે. એટલે જો કોઈ દર્દીના જૂના નમૂનાની અને નવા નમૂનાની ગોઠવણી એક જેવી જ હોય તો શરીરમાં પડેલા વાઇરસથી જ કોરોના થયો હોવાની શક્યતાઓ વધી જાય છે. જેનું કારણ એન્ટીબોડીની અસર પૂરી થઇ ગઇ હોવાથી તે ફરી સક્રિય બન્યો હોવાનું તારણ કાઢી શકાય. પણ જો વાઇરસ એક સરખા ન હોય તો વ્યક્તિના શરીરમાં નવા વાઇરસે હુમલો કર્યો હોવાનું પૂરવાર થાય છે. અને આ જ કારણસર હવે કોરોનાના દર્દીઓના નમૂનાઓ માટે જિનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો