સાબરકાંઠા / 2 હજાર વર્ષ જૂના ઈડર ગઢના અસ્તિત્વ સામે જોખમ, બચાવ આંદોલન થયા પણ ઉકેલ નહીં

  •  અજય અને અખંડિત રહેલો ગઢ હવે નષ્ટ થવાના તરફ આગળ વધે છે

Divyabhaskar.com

Oct 31, 2019, 03:06 PM IST

ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલો ઈડરિયો ગઢ 2000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવીને બેઠો છે. પરંતુ ખનન માફિયાઓએ ઈડરિયા ગઢનું ખનન કરીને તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું કર્યું છે. બેફામ ખનનને પગલે હવે ઈડરિયો ગઢ નામનો રહી જાય તેવી સ્થિત પેદા થતાં સ્થાનિકોમાં વિરોધ કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી તેનો વિરોધ થાય છે અને કોઈ ઉકેલના નામે આંદોલન સમેટાઈ જાય છે.

2000 વર્ષથી અજય અને અખંડિત રહેલો ઈડર ગઢ હવે સ્વાર્થવૃત્તિને પગલે દિનપ્રતિદિન નષ્ટ થવા તરફ આગળ વધી રહ્યો છે. જોકે આ મુદ્દે ભૂતકાળમાં આંદોલનનો પણ થયા છે પણ કોઈ ખાસ નિષ્કર્ષ આવતો નથી. સાબરકાંઠા જિલ્લામાં ખનનના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હોવા છતાં માફિયાઓ ખનન પ્રવૃત્તિ યથાવત રાખી છે. જેના પગલે ઇડરના નગરજનો હવે આકરા પાણીએ દેખાઈ રહ્યા છે.

તાજેતરમાં ઈડર ગઢ બચાવવા માટે એક સમિતિની પણ રચના કરી હતી. તેમજ પૂર્વ સાંસદ સહિત વિવિધ પક્ષો અને સ્થાનિક આગેવાનોએ આ મુદ્દે આંદોલન પણ કર્યું હતું. જોકે આંદોલનથી આ મુદ્દે કોઈ નિવેડો આવ્યો ન હતો. આગામી સમયમાં હજુ વધુ એક આંદોલનના ભણકારા સેવાઈ રહ્યા છે. જોકે હાલમાં સ્થાનિકો ઈડર ગઢ લઈને કોઈ કામ કરતા જોવા મળ્યા છે.

લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી