નારોલમાં રિક્ષા ટોળકીએ લૂંટ ચલાવી પરંતુ પોલીસ પહોંચી જતા 5 લૂંટારૂઓ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાસ્ત્રીબ્રિજના છેડે અંધારામાં છરી બતાવી ત્રણ લોકોને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો
  • જુહાપુરાના 5 શખ્સોની ધરપકડ

અમદાવાદ: શટલ રીક્ષામાં પેસેન્જરને બેસાડી લુંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે ઝડપી પડ્યા છે. નારોલના શાસ્ત્રીબ્રિજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં પેસેન્જરને લઇ રિક્ષાચાલક ટોળકી ધાક ધમકી આપતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી દાણીલીમડા પોલીસની વાન આવી પહોંચતા લુંટારુઓએ નાસી છૂટવાનો પ્રયાસ પોલીસે રિક્ષાને આંતરી લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.

બ્રિજના છેડે છરી બતાવીને લૂંટવાનો પ્રયાસ કર્યો
રબારી કોલોનીમાં રહેતા દિનેશ રામપ્રસાદ નામનો મધ્યપ્રદેશનો યુવક છેલ્લા ઘણા સમયથી જીયો કંપનીના ટાવરોમાં ઈલેકટ્રીકનું કામ કરે છે. ધંધુકા પાસે આવેલા એક ગામમાં જીયોના કામ ચાલતુ હોવાથી રાત્રે તે કામ પતાવી કારમાં સહ કર્મચારીઓને લઈ અમદાવાદ આવવા નીકળ્યો હતો. દિનેશ અને તેના બે સાથીદારો અનુપ જાષી અને મહેન્દ્ર જાષીને વિશાલા ચાર રસ્તા પાસે ઉતર્યા હતાં. વિશાલા સર્કલથી તેઓ શટલ રીક્ષામાં બેસીને નારોલ જવા નીકળ્યા હતાં. અગાઉથી જ રીક્ષા ચાલક ઉપરાંત ચાર પ્રવાસીઓ બેઠેલા હતા આ રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્સો આગળ ચાલકની સીટ પર ગોઠવાઈ ગયા હતા જ્યારે દિનેશ, અનુપ અને મહેન્દ્ર પાછળની સીટ પર બેઠા હતાં રીક્ષા શાસ્ત્રીબ્રિજના છેડે પહોચે ત્યારે અચાનક જ ચાલકે રસ્તાની સાઈડમાં અંધારામાં ઝાડીની પાસે ઉભી રાખી હતી

લૂંટારૂઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી
જેથી દિનેશે સવાલ પુછતા રીક્ષામાં બેસેલા પાંચેય શખ્સોએ તેને ધમકી આપી હતી અને તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ કાઢયુ હતું. ચપ્પુ જાઈ દિનેશ ગભરાઈ ગયો હતો જયારે બાકીના ચાર શખ્સોએ આ ત્રણેય યુવકોના ખિસ્સામાંથી રૂપિયા અને મોબાઈલ ફોન લુંટવાનો પ્રયાસ કર્યો હતો. પાંચેય લુંટારુઓ ત્રણેય યુવકોને લુંટવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન અચાનક જ પાછળથી પોલીસની જીપ આવતા લુંટારુઓ એલર્ટ થઈ ગયા હતા અને આ ત્રણેય યુવકોને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી ધમકી આપી હતી કે જા બુમાબુમ કરી તો જાનથી મારી નાંખીશ. જેથી ત્રણેય યુવકો ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં પોલીસની જીપ રીક્ષા પાસેથી પસાર થતા ત્રણેય યુવકોને બુમાબુમ કરતા પોલીસ જોઈ ગઈ હતી અને લૂંટારુએ રીક્ષા ભગાવી મુકી હતી.

પોલીસે રીક્ષાનો પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યા
પોલીસે પણ આ રીક્ષાનો પીછો કરી થોડે દુરથી આંતરી લીધી હતી અને  લુંટારુઓના ચુંગલમાંથી ત્રણેય યુવકોને છોડાવી લીધા હતાં. પોલીસે રીઝવાન પઠાણ (ઉ.વ.21,રહે. હુસેનીબાગ વિશાલા), મુસ્તુફા પઠાણ (ઉ.વ.29), સમીર શેખ (ઉ.વ 22), આદીલ દરબાર (ઉ.વઃ 22) અને નદીમ શેખ ( તમામ રહે. સંકલિતનગર જુહાપુરા)ની ધરપકડ કરી છે.