અમદાવાદ / રીક્ષાચાલકના પુત્રએ ઈમાનદારીની મિશાલ પૂરી પાડી, રસ્તા પર મળેલો સ્માર્ટ ફોન પોલીસને જમા કરાવ્યો

ડાબેથી જૂનેદખાન પઠાણ, પોલીસકર્મી અને મોબાઈલનો માલિક જૈનિલ
ડાબેથી જૂનેદખાન પઠાણ, પોલીસકર્મી અને મોબાઈલનો માલિક જૈનિલ

  • 14 વર્ષીય જૂનેદખાન પઠાણે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું
  • પોલીસે મોબાઇલના મૂળ માલિક જૈનિલ જસ્મીનભાઈને પરત કર્યો

Divyabhaskar.com

Jan 20, 2020, 05:33 PM IST

અમદાવાદ: આજના સમયમાં જ્યારે લોકો નાની નાની વાતમાં મારામારી અને હત્યા અને ચોરી જેવા ગંભીર ગુના કરતા હોય છે. ત્યારે 14 વર્ષીય રીક્ષા ચાલકના પુત્રએ ઈમાનદારીની મિશાલ પૂરી પાડી છે. દરિયાપુર ખાતે સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતા જૂનેદખાન પઠાણે રસ્તા પર મળેલો મોબાઇલ સામે ચાલીને પોલીસને જમા કરાવીને સમાજ સામે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

પોલીસે મોબાઇલ તેના મૂળ માલિકને પરત કર્યો
મળતી માહિતી મુજબ જૂનેદ શાહપુર પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તા પર પડેલો એક મોબાઈલ મળ્યો હતો. NOKIA કંપનીના આ સ્માર્ટ ફોનની બજાર કિંમત આશરે 8000 જેટલી હતી. જૂનેદે આ મોબાઈલ પોતાની પાસે ના રાખતા નજીકમાં આવેલા શાહપુર પોલીસ સ્ટેશનમાં કરાવ્યો હતો. જેથી પોલીસે આ મોબાઇલ તેના મૂળ માલિક જૈનિલને પરત કર્યો હતો.

જૂનેદના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે
જૂનેદખાનના પિતા એક સામાન્ય રીક્ષા ચાલક છે. તેઓ આખો દિવસ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. આજના સમયમાં જ્યારે બાળકો આખો દિવસ મોબાઇલમાં ગેમ રમવામાં વ્યસ્ત હોય છે અથવા તો મોબાઇલ માટે જીદ કરતા હોય છે. ત્યારે જૂનેદના પિતાએ તેને સારા માનવી તરીકેના ઉમદા સંસ્કાર આપ્યા છે.

X
ડાબેથી જૂનેદખાન પઠાણ, પોલીસકર્મી અને મોબાઈલનો માલિક જૈનિલડાબેથી જૂનેદખાન પઠાણ, પોલીસકર્મી અને મોબાઈલનો માલિક જૈનિલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી