તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુશાંત ડેથ કેસ:રિયા તથા શોવિક આજે હાઈકોર્ટ જઈ શકે છે, પિઠાનીનો ખુલાસોઃ દિશાના મોતની માહિતી મળતા જ સુશાંત બેભાન થઈ ગયો હતો

મુંબઈએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત કેસમાં તપાસ કરતી CBIની એક ટીમ દિલ્હીમાં, આજે AIIMSના ડોક્ટર્સને મળે તેવી શક્યતા
  • મંગળવારના રોજ ધરપકડ કરાયેલા ક્રિસ્ટ કોસ્ટા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ થશે

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તથા તેનો ભાઈ શોવિક હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. બંને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સેશન્સ કોર્ટમાં બંનેની બેવાર જામીન અરજી નામંજૂર થઈ ગઈ છે. સુશાંત કેસમાં તપાસ કરાયેલી CBIની એક ટીમ દિલ્હીમાં છે અને આજે AIIMSના ડૉક્ટર્સ સાથે મુલાકાત કરી શકે છે. આ દરમિયાન ક્રિસ્ટ કોસ્ટાને વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરી શકે છે.

દિશાના મોત બાદ સુશાંત બેભાન થઈ ગયો હતો
સુશાંત સિંહ રાજપૂતને દિશા સલિયનના મોતના સમાચાર મળ્યા તો તે બેભાન થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ખુલાસો તેના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીએ CBIની પૂછપરછ દરમિયાન કર્યો હતો. જ્યારે સુશાંતને હોશ આવ્યો ત્યારે તે એમ જ કહેતો હતો કે તેને મારી નાખવામાં આવશે. સુશાંતે સિદ્ધાર્થને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધારવાની વાત કહી હતી. સિદ્ધાર્થ પિઠાનીના આ નિવેદનથી દિશા તથા સુશાંત મોત કેસમાં કનેક્શન હોવાની આશંકા છે.

સુશાંત પોતાનું લેપટોપ, કેમેરા તથા હાર્ડ ડ્રાઈવ શોધતો હતો
સિદ્ધાર્થ પિઠાનીએ વધુમાં કહ્યું હતું કે દિશાના મોત બાદથી જ સુશાંત પોતાનું લેપટોપ, કેમેરા તથા હાર્ડ ડ્રાઈવ શોધતો હતો અને રિયાને ફોન પણ કર્યો હતો. જોકે, રિયા આઠ જૂનના રોજ તમામ સામાન લઈને પોતાના ઘરે જતી રહી હતી. આ વાતથી સુશાંતને ડર લાગ્યો હતો કે રિયાને તેના તમામ પાસવર્ડ ખબર છે અને તેથી જ તે બીજા લોકોની સાથે મળીને તેને ફસાવી ના દે.

સુશાંતને દિશા કેસમાં ફસાવી દેવાનો ડર હતો
25 જુલાઈના રોજ સુશાંતના પિતા કે કે સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા વિરુદ્ધ દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે મીડિયા રિપોર્ટમાં દિશાને સુશાંતની મેનેજર હોવાનું કહેવામાં આવ્યું તો એક્ટરને ગભરામણ થવા લાગી હતી. ત્યારબાદ સુશાંતે રિયાને ફોન કર્યો હતો પરંતુ એક્ટ્રેસે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંત અંદરને અંદર ડરવા લાગ્યો હતો કે ક્યાંક રિયા તેને દિશાના સુસાઈડ માટે જવાબદાર ના ઠેરવે અને તેને ફસાવી ના દે.

18 સપ્ટેમ્બરે સુશાંતનો વિસેરા રિપોર્ટ આવશે
વિસેરા રિપોર્ટ અંગે મેડિકલ બોર્ડની બેઠક યોજાશે. સુશાંતના વિસેરાની બીજીવાર તપાસ કરનાર ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમ AIIMSના ડોક્ટર્સની પેનલને સોંપશે. વિસેરા રિપોર્ટ મળ્યા બાદ રવિવાર (20 સપ્ટેમ્બર)ના રોજ AIIMS ડૉક્ટર્સની પેનલ ફાઈનલ મીટિંગ કરશે. આ બેઠકમાં સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ચર્ચા થશે. વિસેરા રિપોર્ટ આવતીકાલે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ આવશે. સુશાંતના 20 ટકા બાકી રહેલા વિસેરાની તપાસ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે 80 ટકા વિસેરાનો ઉપયોગ પોતાની તપાસમાં કર્યો હતો. સુશાંતના પરિવારનું કહેવું છે કે એક્ટરે સુસાઈડ કર્યું નથી. આ હત્યાનો કેસ છે.

સુશાંતની બહેન શ્વેતાએ સોશિયલ મીડિયામાં 10 દિવસનો બ્રેક લીધો
સુશાંતની મોત બાદ સોશિયલ મીડિયામાં એક્ટરને ન્યાય અપાવવાની લડાઈ લડતી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, 'તમે ભલે ગમે તેટલા મજૂબત બનવાનો પ્રયાસ કરો પરંતુ એક સમયે તમારી પર દર્દ હાવી થઈ જાય છે કે ભાઈ તો હવે નથી. હું તેને ક્યારેય સ્પર્શી શકીશ નહીં. તેને હસતો કે મજાક કરતો જોઈ શકીશ નહીં. ખબર નહીં આ દુઃખમાંથી બહાર આવતા કેટલો સમય લાગશે. મેં સોશિયલ મીડિયાથી 10 દિવસ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન હું ધ્યાન ધરીશ અને પ્રાર્થના કરીશ. ખરી રીતે તો આ દુઃખમાંથી મારે બહાર આવવાની જરૂર છે.'

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો