ઉજવણી / રૂપાણીએ સુરતમાં કોરોના વોરિયર વચ્ચે જન્મદિવસ ઉજવ્યો, નિર્માણાધીન કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું

કિડની હોસ્પિટલમાં બની રહેલી કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું
X

  • કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જ જાહેરાત કરી હતી

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:41 AM IST

સુરત. પોતાના જન્મદિવસે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ફન્ટલાઈન વોરીયર્સ વચ્ચે જન્મ દિવસ ઉજવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ નવી સિવિલ કોવિડ-19 હોસ્પિટલ ખાતેના હેલ્પડેસ્કની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને દર્દીઓની તબિયત અંગે સમીક્ષા કરી હતી.ત્યારબાદ સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના કોવિડ 19 ટ્રેનિંગ સેન્ટર ખાતે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર તબીબો, નર્સો, એમબીબીએસના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જેઓ સેવા કરે છે, તેમના સન્માન કરવાનો આ મોકો પણ છે, અને જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે.

27 દિવસ બાદ ફરી સુરતની મુલાકાતે
સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી 27 દિવસ બાદ ફરી સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલી સ્ટેમ સેલ કોવિડ-19 હોસ્પિટલની અને નજીકની કિડની બિલ્ડીંગમાં નિર્માણાધીન કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. જેમાં અધિકારીઓ અને ડોક્ટરો સાથે કોરોના મહામારીને નાથવા કરવામાં આવેલી કામગીરી અને આગળના આયોજન બાબતે રીવ્યું કરાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી