ADR / 25 રાજકીય પક્ષની આવક રૂપિયા 329 કરોડથી વધી રૂપિયા 1155 કરોડ થઈ, એક વર્ષમાં 251 ટકાનો વધારો નોંધાયો

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • ભાજપ, કોંગ્રેસ, NCP સહિત 35 પક્ષોએ તેમના ઓડિટ અહેવાલ રજૂ કર્યા નથી
  • સૌથી વધારે આવક BJD, તૃણમુલ કોંગ્રેસ બીજા અને TRS ત્રીજા ક્રમ પર
  • ચુંટણી પંચને ઓડિટ અહેવાલ આપવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર હતી, ફક્ત 3 રાષ્ટ્રીય સહિત 25 પક્ષોએ જાણકારી આપી

Divyabhaskar.com

Dec 08, 2019, 12:35 PM IST

નવી દિલ્હીઃ દેશના રાજકીય પક્ષોને ફંડ, સભ્ય ફી અને દાન તરીકે પ્રત્યેક વર્ષ કોઈને કોઈ આવક થતી રહે છે. પરંતુ આ વર્ષ રાજકીય પક્ષોની આવકમાં જંગી વધારો નોંધાયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ એટલે કે ADR ના તાજેતરના અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન દેશના 25 પક્ષની કમાણી એક વર્ષમાં 329 કરોડ રૂપિયા વધીને રૂપિયા 1155 કરોડને પાર કરી ગઈ છે. વર્ષભર તેમા 251 ટકાની વૃદ્ધી નોધાઈ છે. ખાસ વાત એ છે કે આ આંકડા ફક્ત 25 રાજકીય પક્ષના છે.


આ પક્ષોએ તેમના ઓડિટ આંકડા આપ્યા નથી

ભાજપ, કોંગ્રેસ,NCP,માર્ક્સવાદી પક્ષ, દ્રુક, આરજેડી, શિવસેના, તેલુગુ દેશન પક્ષ જેવા 5 રાષ્ટ્રીય પક્ષો અને 30 જેટલા રાજકીય પક્ષોએ ઓડિટ અહેવાલ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવ્યો નથી, જ્યારે ચુંટણી પંચ સમક્ષ આ ઓડિટ અહેવાલ રજૂ કરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર,2019 હતી. ફક્ત 3 રાષ્ટ્રીય પક્ષ 22 પ્રાદેશીક પક્ષોએ તેમના ઓડિટ અહેવાલ નિયત સમયસીમામાં રજૂ કર્યા હતા.

54 ટકા કરતા વધારે આવક ટોચના ત્રણ પક્ષને થઈ
રાજકીય પક્ષોની ઉપલબ્ધ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન સૌથી વધારે આવક ઓડિશાના પ્રાદેશિક પક્ષ બીજુ જનતા દળ (BJD)એ જાહેર કરી હતી. બીજા ક્રમ પર તૃણમુલ કોંગ્રેસ (TMC) અને ત્રીજા નંબર પર તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) છે. આ ત્રણેય પક્ષની આવક રૂપિયા 630.67 કરોડ છે, જે તમામ પક્ષોની કુલ આવકનો આશરે 54 ટકા કરતા વધારે હિસ્સો છે.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી