તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:IPL પર સટ્ટો રમવા 2 લાખમાં ID વેચાતું હોવાનો ઘટસ્ફોટ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાંદલજા, વારસિયા, પાણીગેટમાંથી 5 ઝબ્બે
  • સલમાન ગોલાવાલા અને સિદ્ધાર્થ પટેલ સહિત 4 જણાં સામે પણ ગુનો

તાંદલજા, પાણીગેટ અને વારસિયામાં આઈપીએલ પર સટ્ટો રમી રહેલા 5 જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા. તાંદલજામાંથી પકડાયેલા શખ્સની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, તેણે ઓનલાઇન સટ્ટો રમવાનું આઇડી બે લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. પીસીબીએ બાતમીના આધારે વારસિયા અર્થ આઇકોન પાછળ આવેલા સાંઈ ગંગા એપાર્ટમેન્ટ નીચેથી હિતેશ ભગનાની અને અમિત મુન્નાનીને પકડ્યા બાદ તેની પાસેથી મળેલી માહિતીના આધારે તાંદલજામાં એમ્પાયર રેસિડેન્સીમાં રહેતા સોહેલ સિદ્દીક કડિયા પાસેથી તેમણે ઓનલાઇન સટ્ટો રમવાનું આઇડી મેળવ્યું હોવાનું જણાવતાં સોહેલના ઘરે પણ દરોડો પાડી સોહેલને ઝડપી લીધો હતો.

તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેણે સિદ્ધાર્થ પટેલ નામના શખ્સ પાસેથી 2 લાખ રૂપિયામાં આઇપીએલના સટ્ટાનું આઇડી ખરીદ્યું હતું. આ આઇડી સલમાન ગોલાવાલાનું પણ છે અને તે સિદ્ધાર્થ પાસેથી સટ્ટો રમી સિદ્ધાર્થના પિતા રાજેશ ઉર્ફે અક્કું પટેલ સાથે રોજ પૈસાની લેવડદેવડ કરતો હોવાનું બહાર આવતા પોલીસે સિદ્ધાર્થ પટેલ, સલમાન ગોલાવાલા, રાજેશ ઉર્ફે અક્કુ પટેલ અને સિદ્દીક સામે પણ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પાણીગેટ પોલીસે પણ પ્લેટિનમ સોસાયટીમાં રહેતા મહંમદ સકીબ મહંમદ ઇબ્રાહિમ ખજુરીવાળા તથા મોહમ્મદ અતિફ મોહમ્મદ હબીબ દરજીવાલાને ઓનલાઇન સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો