તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પેરોલ બાદ જેલમાં પરત આવેલા પાકા કામના કેદીએ ચાદરના લીરા કરી આપઘાત કરી લીધો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં ગંજીવાડાનો યુવાન આજીવન કેદની સજા ભોગવતો હતો

રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી નં.45630 જેન્તીભાઇ ઉર્ફે ભૂરો વેલજીભાઇ રાજાણી નામના યુવાને શનિવારે જેલ યાર્ડ 9ની ખોલી નં.5માં આવેલા બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

જેલ કેદીના આપઘાતની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતનો સ્ટાફ મધ્યસ્થ જેલ દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પીએસઆઇ બોરીસાગરના જણાવ્યા મુજબ, 2010માં થોરાળા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં મૃતક જેન્તીભાઇ ઉર્ફે ભૂરાની સંડોવણી ખૂલતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન હત્યાનો કેસ અદાલતમાં ચાલી જતા 2017માં મૃતક જેન્તી ઉર્ફે ભૂરાને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુક્મ કર્યો હતો. જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મૃતક જેન્તીભાઇએ નવેમ્બરના પ્રારંભે 14 દિવસના પેરોલ મેળવી જેલ બહાર આવ્યા હતા. બાદમાં શનિવારે પેરોલ પૂરા થતા મૃતક બપોરે મધ્યસ્થ જેલમાં હાજર થયા હતા. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી મૃતક જેલમાં હાજર થતા તેને ખોલી નં.5માં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. મૃતકે અન્ય કેદીઓ સાથે સાંજનું ભોજન કર્યું હતું. બાદમાં અન્ય કેદીઓ સૂઇ જતા મૃતક જેન્તીભાઇએ તેમને જેલમાં મળેલી ચાદરના લીરા કરી ખોલીના બાથરૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે દૃશ્યો તમામ જેલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યાં છે. કેદીના ભાઈ અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, મૃતક જેન્તીભાઇ છેલ્લા એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. બીમારીથી કંટાળીને પગલું ભર્યાની અરવિંદભાઇએ શંકા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો