તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નિવૃત્ત ફોજીનું ચોથા માળેથી પટકાતાં મોત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસ પૂર્વે જ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા

શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર ગામે રામધામ સોસાયટીમાં આવેલા રાજ પેરેડાઇઝ એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી નીચે પટકાતાં પીયૂષ નરેન્દ્રભાઇ ભટ્ટી નામના નિવૃત્ત ફોજીનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના એએસઆઇ રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસનીશ અધિકારી રાયધનભાઇના જણાવ્યા મુજબ, પીયૂષભાઇ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. બે મહિના પૂર્વે જ નિવૃત્ત થતા પત્ની, પુત્ર સાથે રતનપર ગામે રાજ પેરેડાઇઝ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા હતા. દરમિયાન પીયૂષભાઇના ફ્લેટની બારી ખૂલતી ન હોય શનિવારે બપોરે તે ખોલવા માટે ચોથા માળેથી દોરડા વાટે તેમના ફ્લેટની ગેલેરીમાં ઉતરતા હતા. આ સમયે પીયૂષભાઇનો હાથ દોરડામાંથી છૂટી જતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પટકાતાં એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પીયૂષભાઇનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો