તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કડીમાં નિવૃત્ત આચાર્યનું એટીએમ બદલી ઠગે રૂ 58400ની ખરીદી કરી, બેન્કનું સ્ટેટમેન્ટ ચકાસતાં ખબર પડતાં ફરિયાદ નોંધાવી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીના પટેલ ભુવનમાં આવેલા એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા નિવૃત્ત આચાર્યને પૈસા કાઢી આપવાના બહાને એટીએમ બદલી પિન જાણી લીધા બાદ ગઠિયાએ અલગ અલગ જગ્યાએથી નાણાં ઉપાડી અને ખરીદી કરી રૂ.58,400નો ચૂનો લગાવ્યો હતો. બેંક સ્ટેટમેન્ટ પરથી જાણ થતાં તેમણે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કડીના જાદવપુરામાં રહેતા નિવૃત્ત આચાર્ય જગજીવનભાઇ ગાંડાભાઇ પટેલ ગત 7 નવેમ્બરે પટેલ ભુવનમાં એસબીઆઇના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા. એક વખત રૂ.9500 ઉપાડયા બાદ એરર આવતાં બાજુમાં ઉભેલા યુવકે તેમનું કાર્ડ ફરીથી નાંખી પિન નાખવા કહ્યું હતું. પણ પૈસા નીકળ્યા ન હતા. બાદમાં એટીએમ લઇ તેઓ નીકળી ગયા હતા.

તેમના પુત્રએ મોબાઇલ અને ઓનલાઇન બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતાં 7 નવેમ્બરે રૂ.9500 અને રૂ.10 હજાર ઉપડેલા હતા. તેમજ ન્યુ દલાલ ફેશન કડીથી રૂ.11000ની ખરીદી, અરિહંત સેલ્સ એજન્સી કલોલથી રૂ.16500, વીડી સિલેકશન કલોલથી રૂ.6250 અને બ્લ્યુ બુધ્ધા કલોલથી રૂ.14150ની ખરીદીની એન્ટ્રી હતી. આમ પોતાની સાથે ઠગાઇ કરાયાનું માલુમ પડતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો