તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Retail Inflation Rises To 5.54% In November, Nearly Three year Highs, Food Items Expensive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિટેલ ફુગાવો નવેમ્બરમાં 5.54 ટકા થયો, છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ નોંધાયો, ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
  • કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.62 ટકા અને નવેમ્બર, 2018માં 2.33 ટકા હતો

બિઝનેસ ડેસ્કઃ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો ઉંચા રહેવાને લીધે નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવો એટલે કે રિટેલ ફુગાવો નોંધપાત્ર પ્રમાણમાં વધીને 5.54 ટકા થયો છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનો દર ઓક્ટોબર મહિનામાં 4.62 ટકા અને નવેમ્બર, 2018માં 2.33 ટકા હતો.સીપીઆઈ જુલાઈ, 2016માં 6.07 ટકા હતો. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખાદ્ય સેગમેન્ટમાં ફુગાવો વધીને 10.01 ટકા થયો છે. જેની તુલનામાં ઓક્ટોબરમાં 7.89 ટકા હતો અને એક વર્ષ અગાઉ સમાન અવધીમાં 2.61 ટકાનો ફુસ્સાવો હતો.

મહિનો

રિટેલ ફુગાવાનો દર
જૂન3.18%
જુલાઇ3.15%
ઓગસ્ટ3.28%
સપ્ટેમ્બર3.99%
ઓક્ટોબર4.62%
નવેમ્બર5.54%

ઔદ્યોગિક ઉત્પાદન ઓક્ટોબરમાં 3.8 ટકા ઘટ્યું 
નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે સતત ત્રીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદન ગગડ્યું છે. ઇન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)માં સપ્ટેમ્બર દરમિયાન 4.3 ટકા અને ઓગસ્ટમાં 1.1 ટકા ઘટાડો થયો હતો. પાવર, માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવૃત્તિઓમાં સુસ્તીને લીધે ઇન્ડેક્સ પર વધારે અસર થઈ છે. કોઈ પણ દેશના અર્થતંત્રમાં IIPનું ખાસ મહત્વ રહેલું હોય છે. તેનાથી ઔદ્યોગિક વિકાસની ઝડપ અંગે માહિતી મળે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser