તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉકેલ:સિહોરવાસીઓ આનંદો: ફિલ્ટર પ્લાન્ટ શરૂ થશે, હવે દુષિત પાણી પીવું નહીં પડે

સિહોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળાની દહેશત વચ્ચે તંત્ર દ્વારા વિતરણ કરાતું પ્રદુષિત પાણી

કેન્દ્ર સરકારે સને 2009-10માં ફાળવેલ 13માં નાણાપંચની યોજના અંતર્ગત આગામી 2045ની સાલની વસતિને ધ્યાનમાં રાખી 14 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ સિહોરની જનતાને શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે તે આશયથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ. પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન હતો.

સિહોરવાસીઓમાં આ બાબત ભારે કચવાટ હતો.દસ વરસ પહેલાં ફિલ્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. પરંતુ એક યા બીજા કારણોસર આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવતો નહોતો. આખરે સિહોર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ વિક્રમભાઇ નકુમે આ બાબતે દીર્ઘદષ્ટિ દાખવી નગરજનોની ચિંતા સેવી. મૃત:પ્રાય બની રહેલા ફિલ્ટર પ્લાન્ટને જીવંત બનાવવા તેઓએ દઢ સંકલ્પ કર્યો. હાલમાં ફિલ્ટર પ્લાન્ટના જોઇન્ટીંગનું કામ ચાલી રહ્યું છે.અને આગામી ટૂંક સમયમાં જ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થઇ જશે. જેથી નગરજનોની દુષિત કે ડહોળા પાણીની સમસ્યાનો કાયમી અંત આવી જશે.

સિહોરમાં ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ હતો. જેને કારણે નગરજનોમાં આ બાબત અવારનવાર ચર્ચાના એરણે ચડતી હતી. અમુક વિસ્તારોમાં તો ડહોળા પાણીના વિતરણ અંગે વારંવાર ફરિયાદો ઊઠતી હતી. પરંતુ હવે થોડા દિવસો બાદ જ સિહોરમાં ફિલ્ટરયુકત પાણી નગરજનોને મળતું થઇ જશે.દુષિત પાણીથી પાણીજન્ય રોગો થવાની સંભાવના પણ વધી જતી હોય છે. આખરે સિહોરવાસીઓની વર્ષો જૂની માંગ સંતોષાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો