તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃતજ્ઞતા:કીમના રહીશોએ 400 કિમી દૂર શહીદ જવાનના ઘરે પહોંચી સહાય કરી

કીમ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કીમની શાંતિવન રેસિડેન્સીના રહીશોએ શહીદના ઘરે પહોંચી શહીદ જવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત હતી.
  • ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા 20/10/2020ના રોજ જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સાથે લડતાં લડતાં શહીદી વહોરી હતી

કીમની શાંતિવન રેસિડેન્સીના રહીશો દ્વારા ચોટીલા નજીક ચોરવીરા ગામે રહેતા અને જમ્મુકાશ્મીરમાં લેહ નજીક ફરજ બજાવતા ગત તારીખ 20/10/2020ના રોજ વીર શહીદ રઘુભાઈ રાયાભાઈ બાવળીયાને ઘરે પહોંચી પરિવારને 61 હજાર રોકડની આર્થિક સહાય અર્પણ કરી દેશ અને આર્મીના જવાનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી ખરી દેશભક્તિ વ્યક્ત કરી હતી.મળતી વિગત મુજબ દર વર્ષે અનેક જવાનો દેશની રક્ષા કરતા કરતા શહીદી વ્હોરતા હોઈ છે.જે બાદ સરકાર સામાજિક સંસ્થાઓ એ પરિવારને સહાય પુરી પાડતી હોઈ છે.

ત્યારે કીમની શાંતિવન રેસિડેન્સીના રહીશો સમયાંતરે આવા શહીદ પરિવારને ત્યાં પહોંચી આર્થિક મદદ કરી વીર જવાનને સાચી શ્રદ્ધાંજલિ અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.હાલમાજ ગુજરાતના ચોટીલા વિસ્તારમાં આવેલ ચોરવીરા ગામના મૂળ રહીશ અને ભારતીય સેનામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવી મા ભોમની રક્ષા કરતા કરતાં રઘુભાઈ રાયાભાઈ બાવળીયા દુશમન દેશની ગોળી વાગતા વિરગતિને પામ્યા હતા. માતૃભૂમિની રક્ષામાં જમ્મુકાશ્મીરના લેહ તરફ આગળ વધતા દુશ્મન દેશની ગોળી વાગતા શહીદ થયેલા જવાનને સાચી શ્રદ્ધાંજલિ અને સાચી મદદ કરી કીમની શાંતિવન સોસાયટીના રહીશોએ પ્રેરણા પુરી પાડી છે.

શાંતિવન રસીડેન્સીના ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટિમ દ્વારા ગત તારીખ 22/11/2020 ના રોજ તેમના ગામના નિવાસે પહોંચી 61 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરી પરિવારને શાંત્વના પાઠવી હતી.શહીદના માનમાં બે મિનિટનું મૌન અને શાંતિ પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત રેસિડેન્સી ના રહીશોએ ગત વર્ષે સુરેન્દ્રનગરના કુંઢડા ગામના શહીદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડના ઘરે પહોંચી 91 હજાર ની સહાય અર્પણ કરી હતી.ભુપેન્દ્રભાઈ અને શાંતિવન રેસિડેન્સીના રહીશોની સદર કામગીરીને ગ્રામજનો બિરદાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો