તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:ગોધરાના વોર્ડ-6માં ભૂગર્ભ ગટરની કામગીરીમાં આડેધડ ખાડા ખોદાતાં રહીશોને ભારે હાલાકી

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ પૂર્ણ નહી થાય તો રહીશો દ્વારા પાલિકાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

ગોધરા નગરપાલિકા શહેરના પુર્વ વિસ્તારમાં ભુર્ગભ ગટરની કામગીરીથી નગરજનો પરેશાન થયા બાદ પશ્ચિમ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી શરુ થતાં કોન્ટ્રાકટરની લાલીયાવાડીના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલી વેઠી રહ્યા છે. ગોધરાના વોર્ડ -6 વિસ્તારની રાની મસ્જિદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇનને પણ પાલિકા તંત્ર રોષ ભભુકયો છે. ભૂગર્ભ ગટર લાઇન નાખવાનું કામ છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાની મસ્જિદ વિસ્તારમાં પાઇપ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને તેમાં ગટરની પાઈપો નાખી ને ખોદકામ કરાયેલા માટી પુરાણ ને સરખું કર્યા વગર જતા રહતા છે. રસ્તા ઉપર માટી પુરાણ અને રોડ તોડેલા પથ્થરોરો ને લઈને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલીઓ ઉભી સ્થાનિક રહીશો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.રોડ બિસ્માત હોલત કરીને કોન્ટ્રાકટર જતાં રહેતાં કોઇ ધટના બને તો ઇમજન્સી સેવા પણ પહોચી શકે તેમ નથી. જેને લઇને સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સભ્યોને આગામી દિવસોમાં આવનાર પાલિકાની ચૂંટણીનો પ્રચાર વિસ્તારમાં કરવા માટે આવનાર ઉમેદવારને રહીશો દ્વારા નકારવામાં અાવશે. અને ચૂંટણી નો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો