• Home
  • National
  • It was decided the day before that the cadets would break the mold; Force and their leader could not handle the uncontrollable crowd

અયોધ્યા 6 ડિસેમ્બર 1992 / કારસેવકો ઢાંચો તોડશે તે એક દિવસ પહેલા જ નક્કી હતું; બેકાબૂ ભીડને ફોર્સ અને તેમના નેતાઓ સંભાળી શકયા ન હતા

વિવાદિત ઢાંચાનો ફાઈલ ફોટો.
વિવાદિત ઢાંચાનો ફાઈલ ફોટો.

  • વિવાદિત ઢાંચો તોડવાના દિવસનો અહેવાલ, ઘટનાને કવર કરનાર પત્રકારોએ જણાવી વાત
  • અયોધ્યાના સ્થાનિક પત્રકારોએ કારસેવકો સાથે વાતચીત કરી સ્ટોરી ફાઈલ કરી હતી- 6 ડિસેમ્બરની સાંજ સુધીમાં ઢાંચો તૂટી જશે

Divyabhaskar.com

Dec 05, 2019, 11:40 AM IST

લખનઉઃ 6 ડિસેમ્બર 1992ના રોજ ઉતરપ્રદેશના રાજકારણે અચાનક જ કરવટ બદલી નાખી. કારસેવકોની બેકાબુ બનેલી ભીડે અહીંનો ઢાંચો તોડી પાડ્યો હતો. ઢાંચો તોડી પાડવાની સાથે ઉતર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોની સરકારો પણ પડી ગઈ. કારસેવા કરવા માટે પહોંચેલ લોકોને જ્યારે તેમના નેતાઓએ જણાવ્યું કે ત્યાં તેઓ માત્ર ચબૂતરાઓની સાફ-સફાઈ જ કરશે તો તેઓ ભડકી ગયા અને ઢાંચા પર ચઢીને તેને તોડવા લાગ્યા. તે દિવસે અયોધ્યામાં રિપોર્ટિંગ કરવા પહોંચેલા પત્રકારો જણાવે છે કે 5 ડિસેમ્બરની સાંજે જ એ નક્કી થઈ ગયુ હતું કે કારસેવક ઢાંચો તોડી પાડશે.

1.વાનમાંથી ફાડવું પડ્યું હતું મીડિયાનું સ્ટીકર, મહંત અને કારસેવકો કારમાં બેસીને નીકળ્યા: વરિષ્ઠ પત્રકાર વી એન દાસ

સીનિયર જર્નાલિસ્ટ વી એન દાસ જણાવે છે કે વિહિપના કોલ પર 6 ડિસેમ્બરે દેશમાં લાખો કારસેવકો આવ્યા હતા. કારસેવાના દિવસે સવારે વિહિપના સંતોની સભા શરૂ થઈ હતી, જેમાં ભાજપન ઘણાં મોટા નેતા ઉપસ્થિત હતા. અહીં મંદિર શિલાન્યાસના ચબૂતરા પર આગળ નિર્માણને લઈને કારસેવા કરવા રામભક્તો આવ્યા હતા. વિવાદિત સ્થળની સામે માનસ ભવનના અંતિમ માળની છત પર સમગ્ર દેશમાંથી આવેલા પત્રકારો માટે સમાચાર કવર કરવાની વ્યવસ્થા વિહિપે કરી હતી, જોકે કારસેવાની જગ્યાએ હવે શિલાન્યના ચબૂતરાની માત્ર સાફ-સફાઈ કરવાની જાહેરાત કરવામાં આવી તો કારસેવકો નારાજ થઈ ગયા. આ દરમિયાન એક ગ્રુપ બેરિકેડિંગને તોડીને આગળ વધી ગયું. જય શ્રી રામના નારા લગાડતા-લગાડતા વિવાદિત ઢાંચા પર ચઢીને તેને તોડવા લાગ્યું. થોડી જ વારમા ત્રણે-ત્રણ ગુંબજોનો મોટા ભાગનો હિસ્સો કારસેવકોએ તોડી પાડ્યો. બપોર સુધીમાં અમે લોકો ત્યાંથી પોતાની વાનથી ફૈજાબાદ બ્યુરો તરફ ચાલ્યા ગયા. તે વાનમાં મહંત નૃત્ય ગોપાલ દાસને બેસાડ્યા અને બે ઈજાગ્રસ્ત કારસેવકોને પણ બેસાડ્યા. આ સિવાય વાન પરથી મીડિયાનું સ્ટીકર હટાવી દીધું, ત્યારે અમે સુરક્ષિત રીતે પોતાની ઓફિસે પહોંચી શક્યા. સાંજ સુધીમાં સમગ્ર ઢાંચો તોડી પાડવામાં આવ્યો. રાતના નવ વાગ્યા સુધી દુર્ગા વાહિનીની મહિલાઓના સહયોગથી નવું મંદિર પોતાનું સ્વરૂપ લઈ ચુકયું હતું. અયોધ્યાના સ્થાનિક પત્રકારોને એક દિવસ પહેલા જ સુચના મળી હતી કે 6 ડિસેમ્બરે ઢાંચાને તોડી પાડવામાં આવશે. એક દિવસ પહેલા જે કારસેવકો એકત્રિત થયા હતા, તેમનો ઈરાદો સ્પષ્ટ હતો કે ત્યાં તેઓ સફાઈ કરવા માટે નહિ પરંતુ ઢાંચાને તોડી પાડવા ગયા છે.

2.ફોટો ખેંચનારને રોકવા અને મારવામાં લાગ્યા હતા 5-10 કારસેવક: વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ મનોજ છાબડા

વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ મનોજ છાબડા જણાવે છે કે- 6 ડિસેમ્બર 1992ના દિવસે ફોટોગ્રાફર પર હુમલો પ્રી પ્લાન હતો, કારણ કે 11.30 પર જેવા કારસેવક ગુંબજ પર ચઢ્યા, પત્રકારો પર હુમલા શરૂ થઈ ગયા હતા. દરેક પત્રકાર પર 5થી 10 કારસેવક તેમને મારવામાં અને ફોટો ખેંચવાથી રોકવામાં લાગ્યા હતા. જે પણ ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરી રહ્યાં હતા, તે બધાને મારવામાં આવ્યા. કારસેવકો જ્યારે વિવાદિત ઈમારતની પાછળથી ચઢવા લાગ્યા તો અમે ફોટો ખેંચી રહ્યાં હતા. ત્યારે કારસેવકો આક્રમક થઈ ગયા હતા. તેનો પહેલો શિકાર હું હતો. મને કારસેવકોએ વિદેશી ચેનલનો ફોટોગ્રાફર માની લીધો, જ્યારે હું બુમો પાડતો રહ્યો કે હું ભારતીય ન્યુઝ પેપરમાંથી છું. તેમણે મારા બંને હાથ પાછળથી પકડી લીધા અને સતત મારતા રહ્યાં. હુમલાનો અંદાજ આવવાથી મે રીલ કાઢીને ખિસ્સામાં મૂકી દીધી હતી. કેટલાક કાસસેવકોએ મને સલાહ આપી કે કેમેરો આપી દો જીવ બચી જશે. મેં મારો કેમેરો તેમને આપી દીધો. કેમેરો લીધા બાદ પણ તે શાંત ન થયા. તેમણે મારું ખિસ્સુ ફફોડવાનું શરૂ કર્યું. ખિસ્સામાં રાખેલી કેમેરાની રીલ પણ કાઢી લીધી. માંડ-માંડ હું તેમાંથી બચીને નીકળ્યો.
3.કારસેવકોએ માર્યો પણ અને બચાવ્યો પણ: ફોટો જર્નાલિસ્ટ અશફાક અહમદ

ફોટો જર્નાલિસ્ટ અશફાક અહમદ જણાવે છે કે તે 5 ડિસેમ્બરે જ કવરેજ માટે અયોધ્યા પહોંચી ગયા હતા. તે સમયે ઈન્ટરનેટનો જમાનો ન હતો, આ કારણે કવરેજ કરીને તે જ રાતે અમે લોકો પરત લખનઉ આવી ગયા હતા, જેથી સમગ્ર દિવસની જે તસ્વીરો હતી તે ન્યુઝપેપરમાં ફાઈલ કરી શકાય. અાગલી સવારે 6 ડિસેમ્બરે આઠ વાગ્યા સુધી અયોધ્યા પહોંચ્યા. અયોધ્યા પહોંચ્યા બાદ અમારા કવરેજમાં જોડાઈ ગયા. બાબરી ઢાંચાની પાસે કારસેવકોના ટોળા એકત્રિત થયા હતા. સવારે 11.15 વાગે મસ્જિદનો પ્રથમ ગુબંજ તોડવામાં આવ્યો હતો. મંચ પર લાલાકૃષ્ણ આડવાણી, અશોક સિંઘલ, ઉમા ભારતી, વિનય કટિયાર વગેરે હાજર હતા. આ લોકો સતત કારસેવકોને ઉતરવા માટે કહી રહ્યાં હતા. પાંચ વાગ્યા સુધીમાં ઢાંચો સૂંપૂર્ણ તોડી પાડવામાં આવ્યો હતો. લાખોની ભીડની વચ્ચે ફોટો લેવો સરળ ન હતો. ભીડ સતત કેમેરામેનને નિશાન બનાવી રહી હતી. ઉગ્ર ભીડે ફોટોગ્રાફરોને ટાર્ગેટ કર્યા અને કેમેરા પડાવી લીધા. કારસેવકોએ માર માર્યો બાદમાં તેઓ જ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા. અયોધ્યાથી એમ્બ્યુલન્સમાં ફૈજાબાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાથ અને માથામાં ઈજાઓ થઈ હતી. જેવી તેવી રીતે લખનઉ જવા રવાના થયો.

4.કારસેવકોએ ભેગા કર્યા હતા પાવડા અને કોદાડી: વરિષ્ઠ જર્નાલિસ્ટ બ્રૃજેશ શુકલા

સિનિયર જર્નાલિસ્ટ બ્રૃજેશ શુકલા તે સમયે એક ન્યુઝપેપરમાં પોલિટિકલ રિપોર્ટર તરીકે કામ કરી રહ્યાં હતા. તેઓ જણાવે છે કે- 5 ડિસેમ્બરની સાંજથી અયોધ્યામાં તૈયારીઓ થવા લાગી હતી. સવાર થતાની સાથે જ કારસેવકો આક્રમક થવા લાગ્યા. તેમની હઠ હતી કે અમે કારસેવા કરીશું. આ સમગ્ર અભિયાન વિહિપ અને અશોક સિંઘલના કન્ટ્રોલમાં હતું. અશોક સિંઘલ સતત અપીલ કરી રહ્યાં હતા કે નીચે આવી જવા નહિતર ઈજા થશે, જોકે કારસેવકો તેમને સાંભળવા તૈયાર ન હતા. તેમના હાથમાં પાવડા અને કોદાડી હતી, જે તેમને કોઈએ આપ્યા ન હતા. તેને લાંબા સમયથી તેઓએ એકત્રિત કર્યા હતા. વિવાદિત ઢાંચાની પાસે જ દસ કે સાડા દસ વાગે કારસેવકોનું એક ગ્રુપ બેરિયર તરફ વધ્યુું અને પોલીસ સાથે વિવાદ કરવા લાગ્યું. ભીડે બેરિયરને તોડ્યું અને ઝડપથી આગળ વધી ગયા અને લોકો ગુબંજ પર ચઢીને તોડ-ફોડ કરવા લાગ્યા.

X
વિવાદિત ઢાંચાનો ફાઈલ ફોટો.વિવાદિત ઢાંચાનો ફાઈલ ફોટો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી