• Home
  • Business
  • Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper

RBI ગવર્નરની પ્રેસ કોન્ફોરન્સ / RBIએ રેપો રેટમાં 0.75%નો ઘટાડો કર્યો; ટર્મ લોનનો EMI ચૂકવવામાં 3 મહિનાની છુટ પણ મળશે

Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper
Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper
Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper
X
Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper
Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper
Shaktikanta Das said the repo rate was reduced by 0.75%, all types of loans will be cheaper

  • રેપો રેટ એ દર છે જેની પર RBI બેન્કોને લોન આપે છે, રેપો રેટ ઘટવાથી તમામ પ્રકારની લોન સસ્તી થાય છે
  • RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું- કેશ રિઝર્વ રેશ્યો 1 ટકા ઘટીને 3 ટકા કર્યો, તેનાથી બેન્કોની પાસે વધુ કેશ હશે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:49 PM IST

મુંબઈઃ કોરોનાવાઈરસના પગલે આપવામાં આવેલા લોકડાઉનથી લોકોને મુશ્કેલી ન થાય તેના માટે RBIએ લોનની ચૂકવણીમાં રાહત આપવા અને લોન સસ્તી કરવાનો નિર્ણય કર્યો છે. ટર્મ લોનના હપ્તાની ચુકવણીમાં ત્રણ મહિનાની રાહત આપવામાં આવી છે. રેપો રેટમાં પણ 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસેથી લોન મળે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તેઓ ગ્રાહકો માટે રેટ ઘટાડશે. રેપો રેટ પહેલા 5.15 ટકા હતો, હવે તે ઘટીને 4.40 ટકા થઈ ગયો છે.  

RBIના 5 મોટા પગલા

1.રેપો રેટમાં 0.75 ટકા ઘટાડો
અસર: તમામ લોન સસ્તી થશે
2.ટર્મ લોનનો હપ્તો ભરવામાં ત્રણ મહિનાની છુટ
અસર: ગ્રાહકો અને બેન્કોને રાહત મળશે
3.વર્કિંગ કેપિટલ પર વ્યાજની ચુકવણી ત્રણ મહિના ટળી
અસર: કંપનીઓને રાહત મળશે
4.કેશ રિઝર્વ રેશ્યો 1 ટકા ઘટાડવામાં આવ્યો
અસર: બેન્કોની પાસે વધુ કેશ રહેશે
5.RBIના નિર્ણયથી સિસ્ટમમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધશે.

RBIના નિર્ણયની અસર સવાલ-જવાબમાં સમજો

1.EMIમાં ત્રણ મહિનાની છુટ શું છે ?
EMI પેમેન્ટમાં છુટનો અર્થ એ નથી કે તમારે બાકી નીકળતા EMIને ચૂકવવા પડશે નહિ. માત્ર ત્રણ મહિના ટાળી શકો છો. પછીથી ચુકવણી કરવી પડશે. આ પગલું એ હેતુથી ઉઠાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે જેની પાસે ખરેખર કેશની અછત છે તેને લોનની ચુકવણીમાં થોડો સમય મળી જાય. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે જેમની પાસે પરુતા પ્રમાણમાં કેશ છે તેમણે EMI સમય પર જ ચુકવવો જોઈએ નહિતર તેમની પર પણ બોજો વધશે.  
2.RBIના નિર્ણયથી કોને અને શું ફાયદો થશે ?
આમ આદમીને: કેશની અછતથી ત્રણ મહિના સુધી લોનનો હપ્તો ન ચુકવી શકયા તો તેને ડિફોલ્ટ માનવામાં આવશે નહિ.  
નાની કંપનીઓ: લોન ચુકવવામાં રાહત મળવાથી  કેશની અછત થશે નહિ. વર્કિંગ કેપિટલ લોનની વ્યાજની ચૂકવણીમાં ત્રણ મહિનાની રાહત મળશે. ક્રેડિટ હિસ્ટ્રી પર પણ અસર પડશે નહિ.
બેન્કોનેઃ કોરોનાવાઈરસથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. એવામાં શકયતા હતી કે ઘણા ગ્રાહકો ડિફોલ્ટ કરી શકે છે. તેનાથી બેન્કોની NPA વધત પરંતુ હવે આમ થશે નહિ. લોનની ચુકવણી ન થવાથી બેન્કોની પાસે કેશની અછત ન થાય તે માટે પણ કેશ વધારવાનો ઉપાય કરવામાં આવ્યો છે.
3. રેપો રેટ ઘટવાથી EMI ઘટશે ?
જોકો લોકડાઉનના કારણે નવી લોન લેનારની સંખ્યા વધવાની શકયતા નથી. જોકે રેપો રેટ સાથે જોડાયેલી લોનવાળા હાલના ગ્રાહકોનો EMI ઘટશે.
4. બેન્કોના શેરમાં ઘટાડાથી શું ગ્રાહકોને અસર થશે ?
RBIના ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે શેરબજારમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલા ઘટાડાથી બેન્કોના શેર ઘટ્યા છે. જોકે તેને ગ્રાહકો સાથે કોઈ સંબંધ નથી. બેન્કોમાં જમા ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે દેશની ફાઈનાન્શિયલ સિસ્ટમ મજબૂત છે.   

દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે

સરકારે ગુરુવારે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ગરીબ, ખેડૂત , મજૂર, મહિલા, વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાવાઈરસના કારણે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી