તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:ખીંટલા અને થોરીયાળી ફીડરના વીજ લાઇનનું સમારકામ શરૂ

સાયલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલાના 40થી વધુ ગામોની સીમ જમીનના પાક મુંળઝાઇ રહયા હોવાની રજુઆતને ધ્યાને લઇ ખીંટલા, થોરીયાળી સહીતના અનેક ફીડરને કાર્યવંત કરવા 35 ટીમના 450 કમીઓ કામગીરી શરુ કરતા ખેડુતોને પુરતો પાવર સપ્લાય મળશે.

સાયલા તાલુકામાં વીજ તંત્ર ફીડરના ફોલ્ટમાં જતા ખીટલા ફીડરના 18, છડીયાળી ફીડરના 8, સબુરી અને નોલી-લાખાવાડ ફીડરના 15 ગામો અને ધજાળા, ડોળીયા સહિત અંદાજીત 40 ગામોના ખેડુતો ખેતીના વીજ પ્રવાહની પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહયા છે. આ બાબતે પી.જી.વી.એલ. દ્વારા અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતની 35થી વધુ ટીમના 450 કર્મચારીઓએ જર્જરીત વિજ વાયરો, પીન અને ડીસ બદલવાની કામગીરીનો આરંભ કરીને સાયલા, ખીંટલા અને થોરીયાળી ફીડરના વીજ પ્રવાહને નિયમિત આપવા કમર કસી રહયા છે જેના કારણે ખેડુતોને નિયમિત વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા શરુ કરવામાં આવતા ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો