તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:રાજપરા-ચૂરને જોડતા બિસ્માર રોડનું નવિનીકરણ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષે પૂર્વે અધુરૂ કામ છોડી દેવાયુ હતું, અનેક રજુઆતો બાદ તંત્ર સક્રિય થતાં વાહનચાલકોમાં હાશકારો

ખંભાળિયાના ભાડથરથી ચૂર,રાજપરા અને શેઢાભાડથરને જોડતા રોડનું એક વર્ષ પર્વે રિપેરિંગ કામ શરૂ કરાયું હતું.જે તે સમયે કોન્ટ્રાક્ટરો દ્વારા રાજપરાથી ચુર સુધીનું છ કિમીનું કામ અધૂરૂ છોડી દેવાયું હતું.અનેક નાના મોટા અકસ્માતો અને તંત્ર સુધી રજુઆતોનો સતત મારો ચાલતા આખરે તંત્રએ આળસ મરડી સક્રિયતા દાખવી બિસમાર રાજપરા-ચૂરને જોડતા રોડનું રિપેરિંગ કામ કરાતા વાહનચાલકોને રાહત મળી છે.

ખંભાળિયા તાલુકાના ચૂર-રાજપરાને જોડતો રોડ કલ્યાણપુર અને આસપાસના 20 જેટલા ગામડાઓને જોડતો મુખ્ય રોડ છે.આ રોડ કલ્યાણપુર તાલુકાને સિધો જ જોડતો હોવાથી દિવસ દરમિયાન નાના મોટા વાહનનોની સતત અવરજવર રહેતી હોય છે.સ્ટેટ હાઇવે ઓથોરિટી હેઠળ આવતા આ રોડ ખખડધજ બનતા વખતોવખતની અનેક રજુઆત બાદ એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા ધિગડા મારવામાં આવ્યા હતા.ત્યારે રાજપરાથી ચૂરને જોડતા 6 કિમીના રોડનું કામ અધૂરૂ છોડી દેવાયું હતું.પરીણામે રોડમાં ગોઠણસમા ખાડા પડી જતા અનેક નાના મોટા અકસ્માતોમાં લોકો ઘાયલ થતા હતા.અનેક રજુઆતો બાદ આખરે તંત્રને સહેજ શરમ આવતા બિસમાર 6 કિમીના રોડનું નવિનીકરણ કરવામાં આવ્યું છે.

રોડની સાઇડમાં પાટલી ભરવાનું કામ ન થતા અકસ્માતની ભીતિ
રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ડામર પાથરતા રોડની ઉંઘાઇ વધી જતી હોય છે.જેથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બન્ને બાજુ માટી પાથરી પાટલી ભરવાની હોય છે.જે કામગરી ઉપરોક્ત રોડમાં ન થતા બન્ને બાજુ વાહન નીચે ઉતરી જતા વાહનચાલકોને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો