તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેનો ભારતમાં ઈલેક્ટ્રિક કાર ‘Zoe EV’ રજૂ કરશે, ફૂલ ચાર્જ કર્યા બાદ તે 300-350 કિલોમીટરની રેન્જ આપશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે કંપનીએ રેનો Zoe EVનું ટેસ્ટિંગ કરી રહી છે
  • રેનોની આ ઈલેક્ટ્રિક કાર ભારતમાં વર્ષ 2020-21માં લોન્ચ કરવામાં આવી શકે છે
  • કિંમત અંદાજે 14-16 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે

ઓટો ડેસ્ક. રેનો ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર ‘Zoe EV’ લાવવાની તૈયારી કરી રહી છે. તેને ફેબ્રુઆરીમાં ગ્રેટર નોયડમાં યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવશે. અત્યારે કંપની રેનો Zoe EVનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ભારતની સ્થિતિ, ખાસ કરીને આબોહવાને અનુરૂપ મોડિફાઈ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભારતમાં પણ તેની રેન્જની તપાસ કરવામાં આવી રહી છે.


રેનોની આ ઈલેક્ટ્રોનિક કારમાં મોડિફિકેશનની વાત કરીએ તો, કંપની બેટરીમાં કેટલાક ફેરફાર કરશે, જેનાથી તે ફિઝિકલ ડેમેજથી અતિરિક્ત સુરક્ષા આપી શકાય. અહીંના રસ્તા પર વિવિધ સાઈઝના સ્પીડ બ્રેકર્સ સહિત વિવિધ પરિસ્થિતિઓને જોતા આ વધારાની સુરક્ષા આવશ્યક માનવામાં આવે છે.  તે ઉપરાંત ભારતના હિસાબથી આ કારમાં કેટલાક વધુ મોડિફેકેશન કરવામાં આવશે. 


ભારતીય માર્કેટમાં શરૂઆતમાં રેનોની ‘જોઈ ઈવી’ના કેટલાક પાર્ટ્સ ભારતમાં અસેમ્બલ કરવામાં આવી શકે છે. આ ઈલેક્ટ્રિક કારમાં 90hp પાવરવાળી ઈલેક્ટ્રિક મોટર અને  41kWh બેટરી આપવામાં આવી શકે છે. એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ તે 300-350 કિલોમીટરની રેન્જ આપશે.  

લોન્ચિંગ અને કિંમત 
રેનોની આ ઈલેક્ટ્રિક કાર ભારતમાં વર્ષ 2020-21માં લોન્ચ કરવામાં આવી શકે છે. તેની કિંમત અંદાજે 14-16 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
 

સબ કોમ્પેક્ટ એસયુવી પણ રેનો લાવશે
જોઈ ઈવી ઉપરાંત ઓટો એક્સપોમાં રેનો ઘણા મોડેલ પ્રદર્શિત કરશે. તેમાં એક 4 મીટર કરતા નાની સબ-કોમ્પેક્ટ એસયુવી પણ સામેલ છે. આ એસયુવી મારુતિ બ્રેઝા, ફોર્ડ ઈકોસ્પોર્ટ અને ટાટા નેક્સાન જેવી એસયુવીને ટક્કર આપશે. તેને રેનો કિગરના નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કિગર પોતાના સેગમેન્ટની સૌથી ઓછી કિંમતવાળી એસયુવી હશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો