તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેખા-શ્રીદેવી અક્કીનેની નાગેશ્વરા રાવ એવોર્ડથી સન્માનિત, પત્નીને યાદ કરીને બોની કપૂર ઈમોશનલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદઃ હાલમાં હૈદરાબાદમાં અક્કીનેની નાગેશ્વરા રાવ (ANR) નેશનલ એવોર્ડ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં વર્ષ 2018 તથા વર્ષ 2019 માટે એક્ટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડ સમારંભમાં ચિરંજીવી ચીફ ગેસ્ટ હતો. એક્ટર નાગાર્જુનના પિતા અક્કીનેની નાગેશ્વરના નામથી આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2014મા 22 જાન્યુઆરીએ તેનું નિધન થયું હતું. એવોર્ડ શોમાં સ્વ. શ્રીદેવીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં અને તેમના તરફથી આ એવોર્ડ તેમના પતિ બોની કપૂરે સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે બોની કપૂર ભાવુક થઈ ગયા હતાં. આ એવોર્ડ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં કલાકારોને આપવામાં આવ્યા હતાં. 

રેખાને પણ સન્માનિત કરવામાં આવી
રેખા જ્યારે એક વર્ષની હતી ત્યારે 1958મા તેલુગુ ફિલ્મ ‘ગુટ્ટુ’માં કામ કર્યું હતું. એવોર્ડ મળ્યાં બાદ રેખાએ તેલુગુ ફિલ્મ્સમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 65 વર્ષીય રેખા કાંજીવરમ સાડીમાં ગ્રેસફૂલ જોવા મળી હતી. 

શ્રીદેવીને યાદ કર્યાં
નાગાર્જુન તથા ચિરંજીવીએ સ્વ. શ્રીદેવીને યાદ કર્યાં હતાં. નાગાર્જુને કહ્યું હતું કે તેણે શ્રીદેવી સાથે ચાર ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમની સાથેની પહેલી ફિલ્મ ‘આખરી પોરાતમ’ હતી. સેટ પર તેમની અલગ જ આભા જોવા મળતી હતી. ચિરંજીવીએ કહ્યું હતું કે તેણે પણ શ્રીદેવી સાથે 3-4 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન તેઓ સિનેમામાં વિશે જ વાત કતરતાં હતાં. તેઓ સંપૂર્ણ રીતે સિનેમા સાથે જોડાયેલા હતાં. અફસોસ છે કે તેઓ બહુ જલ્દી જતાં રહ્યાં. તેઓ રિયલ અર્થમાં ધ લેડી સુપરસ્ટાર ઓફ ઈન્ડિયા હતાં. 
ઉલ્લેખનીય છે કે અક્કીનેની ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દર વર્ષે ANR એવોર્ડ આપે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો