તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિયમ:RTEમાં ભાડા કરારનું રજિસ્ટ્રેશન કરાવવાથી બોગસ પ્રવેશ અટકશે

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ ખોટા ભાડા કરાર રજૂ ન કરે તે માટે નિર્ણય
  • જિલ્લાની ખાનગી સ્કૂલોમાં 18મી સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ માન્ય કરાવવો પડશે, આ પછી બીજો રાઉન્ડ

આરટીઇમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીના વાલીએ ભાડા કરાર સબરજિસ્ટ્રાર કચેરીમાં ફરજિયાત નોંધણી કરાવવાનો નિયમ ચાલુ વર્ષથી અમલમાં આવ્યો છે. જિલ્લાની ખાનગી સ્કૂલોમાં 18મી સપ્ટે.સુધીમાં પ્રવેશ માન્ય કરાવો પડશે.

અમદાવાદ શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. આ અરજીની સાથે રજૂ કરવાના થતાં પુરાવામાં મકાન ભાડે રાખી રહેતા વાલીઓએ મકાનનો ભાડા કરાર નોટરી કરાવાના બદલે તેમના વિસ્તારની સબરજિસ્ટાર કચેરીમાં ફરજિયાત ભાડા કરાર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન કરાવે નહીં તો પ્રવેશ મળી શકે નહીં. આ નિયમ કરવા પાછળનું કારણ સમજાવતા શિક્ષણ વિભાગના ઉચ્ચઅધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, આ નિયમથી ભાડાની આવક માલિકના આઇટી રિટર્નમાં જમા આવશે. જેથી મકાન માલિક ખોટા ભાડા કરાર કરે નહીં. પરિણામે ખોટા પ્રવેશ અટકશે.

જિલ્લા ડીપીઓ એમ.એન. પટેલે કહ્યું કે, જિલ્લાની ખાનગી સ્કૂલોમાં 18,290માંથી 12 હજાર અરજી માન્ય થઇ છે. જેમાંથી 6,890 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આ વાલીઓએ 18મી સપ્ટે.સુધીમાં પ્રવેશ મંજૂર કરાવાનો રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો