વડોદરા / રેલવે દ્વારા ટ્રેનના સ્ટોપેજ સમયમાં ઘટાડો, યાત્રીઓ હેરાન

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • જુલાઇના ટાઇમ ટેબલની રાહ જોયા વિના જરૂરિયાત મુજબ ફેરફાર કરી દીધો

Divyabhaskar.com

Jan 25, 2020, 01:02 AM IST

વડોદરાઃ રેલવે દ્વારા હવે જુલાઇ મહિનામાં ટાઇમ ટેબલ મુજબ બદલાવની રાહ જોયા વગર જરૂરિયાત મુજબ બદલાવ કરાય છે. તાજેતરમાં તેજસ માટે 33 ટ્રેનના સમયમાં બદલાવ બાદ પશ્ચિમ- મધ્ય રેલવે દ્વારા ટ્રેનનાં વિવિધ સ્ટેશનો પર રોકાવાના સમયમાં ઘટાડો કરાયાે છે. જેથી મુસાફરો હેરાન થઇ રહ્યાં છે. જો તમે પણ કોઇ ટ્રેન પકડવા સ્ટેશન જતાં હોવ તો ટ્રેનના આવવા અને જવાના સમયની ખાસ તપાસ કરીને જજો.

120 ટ્રેનોનો સ્ટોપેજ સમય ઘટાડ્યો
વડોદરાના સેટેલાઇટ સ્ટેશન છાયાપુરીથી ભોપાલ અને અશોકનગર જેવાં સ્ટેશનો પર જતી ટ્રેનને ખાસ આ નવા બદલાવની અસર થશે. નવું ટાઇમ ટેબલ જુલાઇ 2020માં આવશે.પરંતુ રેલવે દ્વારા 120 ટ્રેનનો સ્ટોપેજ સમય ઘટાડાયો છે. અચાનક કરેલા બદલાવ માટે રેલવે દ્વારા શિયાળાની ઠંડીનુ બહાનું કઢાય છે. ઉલ્લેખનીય છે કે, આ સ્ટેશનો પર રોજ 24 કલાકમાં 3500થી 5000 મુસાફરો આવે છે. રેલવે દ્વારા વડોદરાના છાયાપુરી સ્ટેશન ખાતે હજુ 4 ટ્રેન લઇ જવાઇ નથી તે અંગે પણ કોઇ ચોક્ક્સ તર્ક નથી અપાયો. વડોદરા સ્ટેશન ખાતે પણ તેજસ માટે 5 ટ્રેનમાં બદલાવ અને ડિવિઝનમાં 33 ટ્રેનમાં બદલાવ કરાયો છે. જોકે વડોદરા ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે વડોદરા સ્ટેશન ખાતે કોઇ ટ્રેનમાં બદલાવ થયો નથી.

રેલવેની ત્રીજી લાઇન નાખવા બદલાવ
રેલવેની ત્રીજી લાઇન નાખવા માટે ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેથી અંદાજે 120 ટ્રેનના સમયમાં વિવિધ સ્ટેશન પર સ્ટોપેજ બદલાયાં છે.અધિકારી આ એડજેસ્ટમેન્ટનું પરિણામ કહે છે. પરંતુ સૂત્રો મુજબ આ બદલાવ જુલાઇ 2020થી કરવા માટે રેલવે દ્વારા પ્રોયોગિક ધોરણે બદલાવ કરીને વિવિધ ડિવિઝનાેનાં સૂચનો મંગાવ્યાં છે. આ આકસ્મિક બદલાવનું પરિણામ હજારો મુસાફરોએ ભોગવવું પડે છે.

જલદી પૂર્વવત્ થશે
ટ્રેક પર કામ ચાલુ છે. જેથી કેટલીક ટ્રેનનો સમય બદલાયો છે. સ્ટોપેજ સમય બદલાયો છે. જે જલદી પૂર્વવત્ થશે. રેલવે કમિટીના સૂચન અંગે મને ખબર નથી. જે અંગે દિલ્હી હેડ ઓફિસથી અધિકારી પ્રકાશ પાડી શકે - આઇ.એ.શિદ્દીક, પીઆરઓ, પશ્ચિમ- મધ્ય રેલવે

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી