ભરતી / રેલવેમાં એપ્રેન્ટિસની 667 જગ્યાની અરજી પ્રક્રિયા શરૂ, અરજીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર

recruitment of Apprentice in Railway begins, Deadline for application is 31st December

  • ફિડર, વેલ્ડર સહિતની જગ્યા ભરાશે
  • ધોરણ 10 અને ITI પાસ ઉમેદવારો અરજી કરી શકશે

Divyabhaskar.com

Dec 07, 2019, 02:59 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતીય રેલવેએ 667 જગ્યા માટે ઓનલાઇન અરજી મગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. સાઉથ રેલવેમાં એપ્રેન્ટિસ અંતર્ગત ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયલ, મિકેનિક અને અન્ય પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આ‌વશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.

આ જગ્યાઓ પર ધોરણ 10 અને ITI પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જો કે, કેટલીક જગ્યાઓ માટે ધોરણ 12માં સાયન્સ સબ્જેક્ટ પણ અનિવાર્ય છે. અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી

કરવાની ફી રૂ. 100 છે. આ જગ્યા માટે અરજી કરવાની વય લાયકાત 23 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ અપાશે. ઉમેદવારો સાઉથ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ srindianrailway.gov.in પર જઈને અરજી કરી શકે છે.

મેરિટને આધારે પસંદગી કરાશે
ધોરણ 10 અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, જેના આધાર પર ઉમેદવારોની પસંદગી કરાશે. પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની નહીં રહે.

X
recruitment of Apprentice in Railway begins, Deadline for application is 31st December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી