તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ટ્રાફિક ડ્રાઇવના એક મહિનામાં 28.49 લાખના દંડની વસૂલાત

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ હેલ્મેટ વિના ફરતા લોકોને ભરૂચ પોલીસે દંડ ફટકાર્યો
  • પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરતાં અકસ્માતોના બનાવોમાં ઘટાડો નોંધાયો

ભરૂચ જીલ્લામાં પ્રજાજનોની સલામતીને ધ્યાન રાખી એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેર કાયદેસર બનાવો બનતા અટકાવવા ભરૂચ પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી ચાલુ છે. જેના કારણે અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે.વર્ષ 2019માં કુલ 590 અકસ્માત નોંધાયા હતા જેમાંથી 270 બનાવોમાં મોત થયા હતા. જયારે તેની સરખામણી આ વર્ષે કુલ સંખ્યા 353 અકસ્માત નોંધાયા હતા જેમાંથી 156 બનાવોમાં મૃત્યુ થયા હતા. પોલીસે એક માસમાં વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન હેલ્મેટ વગર વાહન ચલાવનારા 7937, જયારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરતા 326, લાયસન્સ વગરના 30, વાહનમાં વધુ મુસાફરો બેસાડનારાઓના 687, સીટ બેલ્ટ નહીં પહેનારા 1609, ઓવરલોડ ભરીને જતા વાહનોના કેસો 82, ડાર્ક ફીલ્મ લગાવીને ફરતા વાહનોના 144 ,વાહનના દસ્તાવેજી પુરાવા વગર વાહન ચલાવતા 1147, પુર ઝડપે ગફલત ભરી રીતે બેદરકારી થી વાહનો ચલાવનારાઓના 403, નસો કરેલી હાલમાં વાહન ચાલકો 198, જાહેર માર્ગો ઉપર અડચણ ઉભી કરનારા 161 સામે કેસ નોંધેલા છે. પોલીસે તમામ કેસોમાં રૂપીયા 28,49,200 નો સ્થળ દંડ કરવામાં આવ્યો છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો