તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને અટકાવવા પોલીસની પેનલ્ટી:48 કલાકમાં જ માસ્ક વગર ફરતાં 1 હજાર લોકો પાસેથી રેકોર્ડબ્રેક રૂ.10 લાખનો દંડ વસૂલાયો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકડાઉનના 71 દિવસમાં પોલીસે માસ્ક વગરના લોકોને રૂા. 1.26 કરોડનો દંડ ફટકાર્યો હતો
  • દર કલાકે રૂા. 20 હજારનો દંડ, દંપતી અને લેબ ટેક્નિશિયને દંડ ન ભરવા પોલીસ સાથે માથાકૂટ કરી

કોરોના સંક્રમણને અટકાવવા રાત્રિ કફર્યૂના અમલ વચ્ચે માસ્ક વગર ફરતા બેદરકાર લોકો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 2 દિવસમાં જ પોલીસે માસ્ક વગર ફરતા 1 હજારથી વધુ લોકોને પકડી તેમની પાસેથી રૂા. 1 હજાર દંડ લેખે કુલ રૂા. 10 લાખનો દંડ ફટકાર્યો છે. 2 દિવસમાં જ માસ્ક નહીં પહેરનાર સામે દંડનીય કાર્યવાહી રેકોર્ડબ્રેક રહી છે. એક તબક્કે દર કલાકે પોલીસે માસ્કનો જ રૂા. 20 હજાર દંડ વસૂલ્યો છે. કરફ્યુના અમલમાં પોલીસના પ્રયાસ વચ્ચે ઠેર ઠેર પોલીસ કર્મચારી સાથે લોકો દલીલો કરી બોલાચાલી કરી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે .

શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓએ એક માસ્ક વગરના યુવકને અટકાવતાં તેણે પોલીસને દલીલ કરી હતી કે તે લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે અને સેમ્પલ લેવા માટે હોસ્પિટલમાં ગયો હતો ત્યારે તેણે ત્યાં પીપીઈ કીટ પહેરી હતી. ખૂબ ગરમી લાગી હોવાથી તેણે થોડા સમય માટે માસ્ક કાઢ્યું હતું .જોકે પોલીસે તેની આ દલીલ સ્વીકારી ન હતી અને તેની પાસેથી દંડ વસુલ કર્યો હતો આ ઉપરાંત એક દંપતીએ પણ પોલીસ સાથે માથાકૂટ કરવા છતાં દંડ વસુલ કર્યો હતો.

પોલીસે છેલ્લા બે દિવસમાં માસ્ક વગરના લોકો પાસેથી રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો ૧૦ લાખનો દંડ વસુલ કર્યો હતો આ પહેલા પોલીસે 71 દિવસના લોક ડાઉન ના ગાળામાં પણ માસ્ક વગરના લોકો પાસેથી પોલીસે અંદાજે 1.26 કરોડનો દંડ વસુલ કર્યો હતો . આગામી દિવસોમાં માસ્ક ન પહેરનારા લોકો સામે તથા જરૂરી સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ શક્યતા છે.

કર્ફ્યૂના પહેલા દિવસે 60 જણા સામે ગુના નોંધાયા: શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ જાહેર કરાયા બાદ શનિવારે રાત્રે પોલીસે તેનો કડક અમલ કર્યો હતો. પોલીસે કારણ વગર બહાર નિકળેલા 60થી વધુ પકડાયા હતા. પોલીસે તેમની સામે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા. બીજી તરફ કારણ વગર ફરતા પકડાયેલા મોટાભાગના લોકોએ સાહેબ દવા લેવા નિકળ્યો છું, દૂધ લેવા નિકળ્યો છું, અરજન્ટ કામ છે એટલે નિકળ્યો છું સહિતના બહાના કાઢયા હતા પણ પોલીસે અસરકકારક કાર્યવાહી કરી હતી રેલવે સ્ટેશન અને એરપોર્ટથી આવી રહેલા મુસાફરોને માન્ય ટિકીટના પુરાવાના આધારે જવા દેવાયા હતા.

25 દુકાન સીલ કરી 48 હજારનો દંડ ફટકાર્યો: કોરોનાનું સંક્રમણ વધતાં ઊંઘમાંથી સફાળા જાગેલા પાલિકાના તંત્રે રવિવારે વધુ 25 દુકાનો સીલ કરી હતી, ઉપરાંત માસ્ક નહીં પહેરનારા પાસેથી રૂા.48,700નો દંડ પણ વસૂલ કર્યો હતો. જોકે કારેલીબાગ, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, સમા, છાણી, નવાયાર્ડમાંથી પાલિકાને કશું જ અજુગતું કે ભીડ મળી આવી ન હતી.ે 12 વહીવટી વોર્ડમાં ચેકિંગ કરી 31 દુકાનો અને લારી-ગલ્લા સીલ કર્યા હતા .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો