તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સંક્રમણ ધીમું:કોરોનાથી છેલ્લા 7 દિવસમાં જ રેકોર્ડબ્રેક 1017 દર્દી સાજા થયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્ચાર્જ દર્દી હવે 12,004, કુલ પોઝિટિવના 87% છે, હોમ આઇસોલેશનના 533 દર્દી કોરોનામુક્ત : નવા 106 પોઝિટિવ, 10 મોત

રવિવારે કોરોનાના વધુ 106 કેસો પોઝિટિવ જાહેર થયા હતા. જેને પગલે કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 13,808 પર પહોંચી છે, જ્યારે 78 દર્દી સાજા થતાં હવે 12,004 દર્દી કોરોનામુક્ત થયા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીની ટકાવારી 87 ટકા થઈ છે. બીજી તરફ 10નાં મોત થયાં હતાં.શહેર-જિલ્લામાંથી કોરોનાની પીછેહટની રસપ્રદ વિશ્લેષક માહિતી એ છે કે, છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના રેકોર્ડબ્રેક 1,117 દર્દી સાજા થયા છે, જે 7 દિવસના ગાળાના સૌથી વધુ દર્દી છે. 15 દિવસ અગાઉ જ્યારે રોજ નવા 125ની સરેરાશ સાથે દર્દી આવતા હતા, જ્યારે 10 દિવસમાં દરરોજ આટલા જ એટલે કે 125 દર્દી સાજા થયા છે.

છેલ્લા 7 દિવસમાં જે 1117 દર્દી સાજા થયાં તેમાંથી 533 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા. હવે લોકો દવાખાના કરતાં હોમ આઇસોલેશનમાં જ રહેવાનું પસંદ કરે છે.હાલમાં 1595 દર્દી સક્રિય સારવાર હેઠળ છે. જેમાંથી 159ને ઓક્સિજન પર અને 60ને વિવિધ પ્રકારના વેન્ટિલેટર પર રખાયા છે. બીજી તરફ 3285 જ હોમ ક્વોરન્ટાઇન રહ્યાં છે. કોરોનાના સત્તાવાર મોતનો આંક 209 પર પહોંચ્યો છે.

બાળકોને તાવ આવે, લાલ ચકામા થાય તો તેને કોરોના હોઈ શકે
કોરોના 50થી વધુની ઉંમરના લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે.જોકે કોરોનાથી બાળકો સંક્રમિત થયા હોય તેવા કિસ્સામાં ઓછા સામે આવી રહ્યા છે. પરંતુ કોરોનાથી થવા વાળી બીમારી એમઆઈએસ-સી એટલે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એ ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. વડોદરા પણ બાળકોમાં રોગના લક્ષણો જોવા મળ્યા છે. તબીબોના મતે આ બીમારીના લક્ષણો કોરોના સંક્રમિત પરિવારના બાળકમાં 15 દિવસથી એક મહિના પછી જોવા મળે છે. શહેરના પીડિયાટ્રિક ઇન્ટેનસીવિસ્ટ ડો. નીતિન અગ્રવાલના જણાવ્યા અનુસાર આ બીમારી ઘણી ખતરનાક છે. જેમાં બાળકોના બીજા અંગોને નુકશાન થાય છે. બાળકને આવા લક્ષણો હોય તો શરૂઆતમાં તેના બીજા ટેસ્ટ કરાવીએ છીએ.તેમાં કંઈ ન આવે તો તેના કોવિડ એન્ટીબોડીઝ ટેસ્ટ થાય છે. જો તે પોઝિટિવ હોય, સીઆરપી વધુ આવે અને લક્ષણો હોય તો આ રોગની શંકા કરીએ છીએ. વડોદરામાં આવા બે કેસ જોવા મળ્યા છે. બંને કેસ સાજા પણ થયા છે.

આ રોગ શું નુકસાન થાય?
એમઆઈએસ-સી એટલે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ કોરોનાથી થવા વાળી બીમારી છે. એક મત મુજબ આ રોગ 3 વર્ષથી નાનાં બાળકોમાં જોવા મળી રહ્યો છે. આ રોગનું જોર વધવાથી હૃદય, કિડની, ફેફસા, લીવરને નુક્શાન પહોંચાડે છે. જેનાથી તે કામ કરવાનું બંધ કરે છે.

કેવા હોય છે આ બીમારીનાં લક્ષણ?
બાળકને તાવ આવે, તેના શરીર પર લાલ-લાલ ચકામાં પડે, પેટ દુખે, હોઠ અને જીભ પર લાલ દાણા જોવા મળે, હાથ પગ ફૂલી જવા, ઝાડા ઊલટી, કમજોરી આવવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો