શક્કરિયાના પરોઠા / રેસિપીઃ ટ્રાય કરો સ્વાદિષ્ટ શક્કરિયાના પરોઠા

Recipes: Try delicious sweet potato parathas

Divyabhaskar.com

Oct 13, 2019, 06:04 PM IST

રેસિપીઃતમે આલુ પરોઠા, ચીઝ પરોઠા ખાધા બશે પણ શક્કરિયાના પરોઠા ટેસ્ટ નહીં કર્યા હોય. પરોઠા મોટાભાગના લોકોની મનપસંદ વાનગી છે. અમુક લોકો નાસ્તામાં પરોઠા ખાતા હોય છે તો અમુક લોકો લંચમાં. તો હવે લંચમાં કે નાસ્તામાં બનાવો શક્કરિયાના પરોઠા.

સામગ્રીઃ

 • 1 કપ ઘઉંનો લોટ
 • 2 નંગ બાફીને મેશ કરેલા શક્કરિયાં
 • 1 કપ સમારેલી મેથી
 • 1 ચમચી જીરું
 • નાનો ટુકડો સમારેલું આદું
 • 1 નંગ સમારેલાં મરચાં
 • 1-1 ચમચી હળદર-ધાણા પાઉડર
 • 2 ચમચા સરસિયું
 • 1 ચમચો સોયાબીનનું તેલ
 • મીઠું - સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

 • એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને સોયાહીનનપં તેલ નાખી થોડંુ થોડું વધારે પાણી નાખતાં જઇ કણક બાંધો. તેને ઢાંકીને અલગ રહેવા દો.
 • હવે એક કડાઇમાં સરસિયું ગરમ કરો. તેમાં જીરાનો વઘાર કરો. તેમાં આદુંને બે મિનિટ સાંતળો. તે પછી મેથી નાખી તે બફાય ત્યાં સુધી રહેવા દો. તે પછી તેમાં શક્કરિયાં, લીલાં મરચાં, હળદર પાઉડર, અને મીઠું નાખી બરાબર તૈયાર થવા દો. તે પછી કાઢીને ઠંડું થવા દો.
 • હવે લોટમાં સ્ટફિંગ ભરી પરોઠાની જેમ ગોળ વણો. લોઢી પર બંને બાજુએ ઘી લગાવીને શેકો. શક્કરિયાં અને મેથીના પરોંઠા દહીં, રાયતું કે અથાણાં સાથે ખાવ.
X
Recipes: Try delicious sweet potato parathas

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી