મસાલા કોર્ન / રેસિપીઃચોમાસાની સિઝનમાં બનાવો સ્પાઈસી મસાલા કોર્ન

Recipes: Make spicy spice corn in the summer season

Divyabhaskar.com

Aug 01, 2019, 04:31 PM IST

રેસિપી ડેસ્ક. ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે. કેટલાંક લોકો મકાઈને શેકીને અથવા બાફીને ખાવાનું પસંદ કરે છે. મકાઈના લોટની રોટલી પણ બનાવવામાં આવે છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઘણા લોકોને ચટપટી અને મસાલાવાળી મકાઈ ખાવાનું પસંદ હોય છે. જો તમને પણ સ્પાઈસી મકાઈ ખાવી હોય તો આજે જ ઘરે બનાવો મસાલા કોર્ન રેસિપી.

સામગ્રી

 • 2 કપ કોર્ન(મકાઈ)
 • અડધી ચમચી ગરમ મસાલો
 • 1/4 ચમચી લીંબૂનો રસ
 • મીઠું સ્વાદનુસાર
 • 4 ચમચી બટર
 • 1/4 લાલ મરચું
 • અડધી ચમચી ચાટ મસાલો

બનાવવાની રીતઃ

 • મસાલા કોર્ન (મકાઈ) બનાવવા માટે સૌથી પહેલા કોર્નને બાફી લેવા અને બાદમાં તેમાં થોડું મીઠું નાંખવું. હવે બફાઈ જાય ત્યારે પાણીમાંથી કાઢી લેવી.
 • હવે ધીમા તાપે એક કઢાઈ રાખવી અને તેમાં બટર નાખવુ. હવે બાફેલી મકાઈ નાખવી અને સ્વાદનુસાર મીઠું નાખવુ. ગરમ મસાલો, ચાટ મસાલો અને લાલ મરચું નાખવું. પાંચ મિનિટ સુધી મકાઈને મસાલામાં થોડીવાર ચઢવા દો. તો તૈયાર છે સ્પાઈસી મકાઈ.
X
Recipes: Make spicy spice corn in the summer season

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી