ડ્રાય ફ્રૂટ લાડુ / રેસિપીઃશિયાળાની સિઝનમાં બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટ લાડુ

Recipes: Make healthy and delicious dried fruit laddu in winter season

Divyabhaskar.com

Nov 23, 2019, 07:39 PM IST
રેસિપીઃ શિયાળામાં ગોળ, સૂંઠ કે સૂકો મેવો ખાવાથી શરદી-ઉધરસ થતા નથી, શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા રહે છે. આ શિયાળાની સિઝનમાં બનાવો આ સરળ રીતથી ઘરે ડ્રાય ફ્રૂટ લાડુ. તે શરીરને એકદમ તદુંરસ્ત રાખશે. તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો.
સામગ્રી
 • ઓટ્સ - 1 કપ
 • અખરોટના ટુકડા - 1 ચમચો
 • બદામના ટુકડા - 1 ચમચો
 • તલ - 2 ચમચો
 • ઘી - 2 ચમચી
 • ગોળ - સ્વાદ મુજબ
 • એલચીનો ભૂકો - અડધી ચમચી
 • દૂધ - 2 ચમચા
બનાવવાની રીત :
 • એક પેનને મધ્યમ આંચે ગરમ કરો. તેમાં ઓટ્સ, અખરોટ અને બદામને કોરાં જ શેકી લો
 • ત્યારબાદ તે કાઢીને ઠંડા થવા દો. હવે પેનમાં તલ લઇ તેને શેકો. તેને પણ પ્લેટમાં કાઢી ઠંડા થવા દો. હવે ધીમી આંચ કરી એ જ પેનમાં ગોળને એક મિનિટ સુધી ગરમ કરો
 • તેમાં શેકેલા ઓટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, તલ અને એલચીનો ભૂકો મિક્સ કરો. ત્યારબાદ દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો
 • આ મિશ્રણ એકરસ થઇ જાય એટલે તેમાંથી લાડુ બનાવો
X
Recipes: Make healthy and delicious dried fruit laddu in winter season

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી