ખજૂરની ખીર / રેસિપીઃગળ્યું ખાવાનું પસંદ હોય તો બનાવો સ્વાદિષ્ટ ખજૂરની ખીર

Recipes: Make delicious khajurkheer if you like to eat nuts

Divyabhaskar.com

Nov 07, 2019, 07:25 PM IST

રેસિપી ડેસ્કઃ ઘણા લોકોને જમ્યા પછી અથવા ભોજન સાથે કંઇક ગળ્યું ખાવાનું ગમે છે. સામાન્ય રીતે ખીર, શીરો, કસ્ટર્ડ અથવા લાડુ ભોજનની સાથે જ ખાવામાં આવે છે. જમવાની સાથે ટ્રાય કરો ખજૂરની ખીર. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો આજે જ બનાવો ખજૂરની ખીર.

સામગ્રી

 • 2 લિટર દૂધ
 • 300 ગ્રામ છીણેલું ગાજર
 • 300 ગ્રામ ગોળ
 • 2 ચમચી ઘી
 • સમારેલો સૂકો મેવો
 • 1 વાટકી ઘઉંની થૂલી
 • 1 ચમચી એલચીનો ભૂકો

બનાવવાની રીત :

 • એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં સૂકા મેવાને સાંતળીને કાઢી લો. વધેલા ઘીમાં ગાજર નાખી, ઢાંકીને પાંચ મિનિટ વરાળથી બફાવા દો.
 • દૂધ ઉકળીને ઘટ્ટ થઇને અડધા ભાગ જેટલું રહે એટલે તેમાં ઘઉંની થૂલી અને એલચીનો ભૂકો નાખી પાંચેક મિનિટ ખદખદવા દો.
 • આંચ ધીમી રાખી અને સતત હલાવતાં રહો. ગાજરનું છીણ મિક્સ કરીને ખીર જેટલું ઘટ્ટ થવા દો. પછી તેમાં ગોળ ભેળવો.
 • બે મિનિટમાં ગોળ ઓગળી જશે. ગોળ સીધો મિક્સ કરવાથી ખીર ફાટી જવાની શક્યતા રહે છે, તેથી ખીરને ધીમી આંચે રાખીને એક-બે ઊભરા આવવા દો. છેલ્લે સમારેલા સૂકા મેવાથી સજાવટ કરો.
X
Recipes: Make delicious khajurkheer if you like to eat nuts

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી