સીતાફળની ખીર / રેસિપીઃઝટપટ બનાવો સ્વાદિષ્ટ સીતાફળની ખીર

Recipes: Make delicious instant shitafal kheer

Divyabhaskar.com

Nov 06, 2019, 07:54 PM IST

રેસિપી ડેસ્ક. ઘણા લોકોને જમ્યા પછી અથવા ભોજન સાથે કંઇક ગળ્યું ખાવાનું ગમે છે. સામાન્ય રીતે ખીર, શીરો, કસ્ટર્ડ અથવા લાડુ ભોજનની સાથે જ ખાવામાં આવે છે. તો હવે ટ્રાય કરો સીતાફળની ખીર. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે.

સામગ્રી

 • 1 લિટર દૂધ
 • 1 વાટકો સીતાફળનો ગર
 • 1 વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક
 • જરૂર પૂરતું કેસરવાળું દૂધ
 • ચપટી જાયફળનો પાઉડર
 • થોડો સમારેલો સૂકો મેવો -
 • સ્વાદ મુજબ ખાંડ

બનાવવાની રીત :

 • એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકો અને ઘટ્ટ થવા દો. તેમાં સમારેલા સૂકા મેવા અને કેસરવાળું દૂધ ઉમેરી થોડી વાર ઉકળવા દો અને આંચ પરથી ઉતારી લો.
 • તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ખાંડ અને જાયફળનો પાઉડર મિક્સ કરો અને ફરીથી ઉકળવા મૂકો. તેને થોડી થોડી વારે હલાવતાં રહો જેથી દૂધ તળિયે ચોંટી ન જાય.
 • ત્રણ-ચાર ઊભરા આવે એટલે આંચ પરથી ઉતારી લઇ સહેજ ઠંડું થવા દો. હવે તેમાં સીતાફળના ગરને સારી રીતે મિક્સ કરો. સીતાફળની ખીર તૈયાર છે. તેના પર સમારેલો સૂકો મેવો ભભરાવી સર્વ કરો.
X
Recipes: Make delicious instant shitafal kheer

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી