મોહનથાળ / રેસિપીઃઆ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોહનથાળ

Recipes: Make delicious mohanthal recipes this way at home

Divyabhaskar.com

Oct 29, 2019, 02:37 PM IST

રેસિપી. 'મોહનથાળ' એ આપણી ટ્રેડિશનલ સ્વીટ છે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં મોટેભાગે લોકો ઘરે જ મોહનથાળ બનાવે છે. તે એક એવી મીઠાઈ છે જે બધાને ભાવતી હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને આ સ્વીટ નહીં ભાવતી હોય. ઘરે જ બનાવો બહાર જેવો મોહનથાળ. તેને બનાવવા માટે અડધો કલાકથી કલાક જેટલો સમય લાગે છે.
સામગ્રી :

 • 1.5 કપ ચણાનો લોટ
 • 1/2 કપ ખાંડ
 • 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ
 • દૂધ
 • ઘી
 • થોડા ડ્રાયફ્રૂટ્સ

બનાવવાની રીત :

 • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.
 • ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણને આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકવું.
 • ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં ખાંડ ડૂબે તેટલું, એટલે લગભગ ખાંડથી અડધું પાણી ઉમેરો. બે તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.
 • ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ ઠડું થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડું દૂધ નાખી દો જેનાથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.
 • સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને તેલથી ગ્રિઝીંગ કરેલી પ્લેટમાં ઢાળી દો. ફ્લેટ તળિયાવાળા વાસણ અથવા તાવીથાથી થપથપાવીને બરાબર સેટ કરી, ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો.
X
Recipes: Make delicious mohanthal recipes this way at home

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી