વેજ બ્રેડ રોલ્સ / રેસિપીઃઆજે જ બનાવો ક્રિસ્પી વેજ બ્રેડ રોલ્સ

Recipes: Make Crispy Wedge Bread Rolls Today

Divyabhaskar.com

Jan 16, 2020, 08:09 PM IST

રેસિપીઃ શિયાળામાં નાસ્તામાં બનાવો વેજ બ્રેડ રોલ્સ. તે બનાવવામાં પણ એકદમ સરળ છે અને ટેસ્ટી પણ લાગશે. તો આજે જ બનાવો ક્રિસ્પી. તો ફટાફટ નોંધી લો વેજ બ્રેડ રોલ્સ બનાવવાની રેસિપી.


સામગ્રીઃ

 • બ્રેડ - 2 સ્લાઇસ
 • જીરું - પોણી ચમચી
 • સમારેલું ગાજર - 1 નંગ
 • વટાણા - 2 ચમચા
 • સમારેલી ફણસી - 4 નંગ
 • સમારેલી ડુંગળી - 2 ચમચા
 • આદું-લસણની પેસ્ટ - અડધી ચમચી
 • હળદર - ચપટી , મરચું - અડધી ચમચી
 • ધાણા પાઉડર - 1 ચમચો
 • ગરમ મસાલો - 1 ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • લીમડો - 4-5 પાન
 • તેલ - સાંતળવા માટે

બનાવવાની રીત :

 • એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં જીરા અને લીમડાનો વઘાર કરો. તે પછી ડુંગળી અને આદું-લસણની પેસ્ટ નાખી ડુંગળી આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
 • હવે તેમાં સમારેલા ગાજર, વટાણા, ફણસી અને મીઠું ઉમેરી બધા શાક સહેજ નરમ થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ ધાણા પાઉડર, હળદર, મરચું અને ગરમ મસાલો નાખી થોડી વાર હલાવો.
 • સમારેલી કોથમીર નાખી હલાવીને આંચ પરથી ઉતારી લો. બ્રેડની સ્લાઇસની કિનારી કાપી લઇ તેને વેલણથી હળવા હાથે થો વણો.
 • હવે તેની વચમાં શાકનું સ્ટફિંગ મૂકી અને સ્લાઇસનો રોલ વાળો. તેની કિનારીઓને પાણી લગાવી ચારે તરફથી સીલ કરી દો.
 • હવે પેનમાં તેલ ગરમ કરી આ વેજ બ્રેડ રોલ્સને સાંતળો અથવા શેલો ફ્રાય પણ કરી શકો છો.
X
Recipes: Make Crispy Wedge Bread Rolls Today

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી