મેંદુવડા / રેસિપીઃ સાઉથ ઈન્ડિયન વાનગીમાં ઝટપટ બનાવો સ્વાદિષ્ટ મેંદુવડા

Recipes: Make a delicious south indian meduvada recipe in a South Indian dish

Divyabhaskar.com

Nov 03, 2019, 05:15 PM IST

રેસિપી ડેસ્ક. સાઉથ ઇન્ડિયન વાનગી તો દરેક લોકોને પંસદ હોય છે. તમે ખાસ કરીને ઢોંસા, ઇડલી સંભારની અલગ-અલગ રેસિપી ટ્રાય કરી હશે. પરંતુ આજે બનાવો સાઉથ ઇન્ડિયન વાનગીમાં મેંદુવડા. જે બનાવવામાં સહેલે અને ઝટપટ બની જશે. મેદુંવડા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે.

સામગ્રી

 • 100 ગ્રામ મગની દાળ
 • 200 અડદની દાળ
 • 3-4 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં
 • 4-5 લીલો લીમડો
 • 1 ટૂકડો આદું ખમણેલું
 • સ્વાદાનુસાર મીઠું


બનાવવાની રીત

 • સૌ પ્રથમ મેંદુ વડા બનાવવા માટે અડદ અને મગની દાળને બરાબર સાફ કરીને ધોઇ લો. આ દાળને 4-5 કલાક પલાળીને રાખી મૂકો.
 • ત્યારબાદ આ દાળમાંથી પાણી નીકાળીને તેને ફરીથી ધોઇ લો. દાળ પીસતા સમયે એક-બે ચમચી પાણી ઉમેરો. દાળ વધારે ભીની ન હોવી જોઇએ.
 • પીસેલી દાળને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમા આદુ, લીમડાના પાન, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
 • હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણને હાથમાં લઇને તેને મેંદુ વડાનો આકાર આપી તેમા વચ્ચે એક હોલ કરી દો.
 • ત્યારબાદ આ વડાને ગરમ તેલમાં તળવા માટે મૂકો. આ રીતે બીજા વડા પણ તરી લો. વડા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લો. બરાબર રીતે તળાઈ જાય ત્યારબાદ તેને કઢાઈમાંથી કાઢીને પ્લેટમાં મૂકો. તો તૈયાર છે મેંદુવડા.
X
Recipes: Make a delicious south indian meduvada recipe in a South Indian dish

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી