ઘંટે તરકારી / રેસિપીઃઓરિસ્સાની પ્રખ્યાત ડિશ ઘંટે તરકારી જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે

Recipe: Orissa's famous dish is Ghanta Tarkari, which is also very tasty to eat.

Divyabhaskar.com

Nov 13, 2019, 05:17 PM IST

રેસિપીઃઘંટે તરકારી ઓરિસ્સાની પ્રખ્યાત ડિશ છે. તેને અલગ અલગ શાકભાજી અને દાળની સાથે બનાવવામાં આવે છે. ઓરિસ્સામાં તહેવાર દરમિયાન આ ડિશ બનાવવામાં આવે છે. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રી

 • છોલીને સમારેલા બટાકા - 2 નંગ
 • સમારેલી ચોળી - 1 કપ
 • છોલીને સમારેલું ગાજર - 1 નંગ
 • સમારેલા શક્કરિયાં - 1 કપ
 • ફણગાવેલા ચણા - 50 ગ્રામૉ
 • ફણગાવેલા મગ - 50 ગ્રામ
 • બારીક સમારેલી ડુંગળી - 1 નંગ
 • બારીક સમારેલા ટમેટાં - 2 નંગ
 • આદું-લસણની પેસ્ટ - 1 ચમચો
 • કોપરાનું છીણ - અડધો કપ
 • તેલ - 3 ચમચા
 • જીરું - અડધી ચમચી
 • આખા લાલ મરચાં - 2 નંગ
 • તમાલપત્ર - 3-5
 • મરચું - 1 ચમચી
 • ગરમ મસાલો - 1 ચમચી
 • સમારેલી કોથમીર
 • શેકેલા જીરાનો પાઉડર તેલ – અડધી વાટકી
 • મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :

 • ડુંગળી અને ટમેટાં સિવાય બધાં શાકને કૂકરમાં લઇ તેમાં મીઠું, હળદર અને પા કપ પાણી ઉમેરી એક સીટી થવા દો. બાફેલા શાક કાઢી લઇ ઠંડા થવા દો.
 • તેલ ગરમ કરી તેમાં જીરાનો પાઉડર, મરચું અને લીલું મરચું નાખી વઘાર કરો. આદું-લસણની પેસ્ટને તેમાં સાંતળો.
 • સમારેલી ડુંગળી નાખીને બદામી રંગની થવા દો. સમારેલાં ટમેટાં નાખીને 4-5 મિનિટ હલાવતાં રહો. હવે તેમાં બાફેલાં શાક, ગરમ મસાલો, કોપરાનું છીણ નાખી મિક્સ કરો. મધ્યમ આંચે 7-8 મિનિટ રહેવા દો.
 • તેમાં સાંતળેલું જીરું, મરચું નાખી હલાવો. સમારેલી કોથમીરથી સજાવી રોટલી કે ભાત સાથે પીરસો.
X
Recipe: Orissa's famous dish is Ghanta Tarkari, which is also very tasty to eat.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી