મસાલા રાઇસ / રેસિપીઃવધેલા ભાતમાંથી બનાવો મસાલા રાઇસ

Recipe: Make spice rice from the added rice

Divyabhaskar.com

Dec 06, 2019, 07:17 AM IST
રેસિપીઃવધેલા ભાતમાંથી બનાવો મસાલા રાઈસ. જે એકદમ સ્વાદિષ્ટ લાગશે. તેને બનાવવા માટે માત્ર 10 મિનિટનો સમય લાગશે તો આજે જ બનાવો મસાલા રાઈસ
સામગ્રી
 • ચોખા - 400 ગ્રામ
 • સમારેલા બટાકા - 6 નંગ
 • સમારેલી ડુંગળી - 4 નંગ
 • નાળિયેરનું છીણ - અડધી વાટકી
 • જીરું - 2 ચમચી
 • ધાણા પાઉડર - 2 ચમચા
 • ખાંડ - 1 ચમચી
 • ગરમ મસાલો - 1 ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • ગરમ મસાલો - જરૂર પૂરતો
 • રવૈયાં - 3 નંગ
 • બાફેલા વટાણા - અડધી વાટકી
 • સમારેલી કોથમીર - સજાવટ માટે
બનાવાની રીત :
 • સૌથી પહેલાં મસાલા અને નાળિયેરના છીણને 2 ચમચી પાણી રેડી બારીક ક્રશ કરી લો. હવે તેલ ગરમ કરી તેમાં આ ક્રશ કરેલા મસાલાને સાંતળો.
 • તે પછી તેમાં સમારેલા બટાકા, બાફેલા વટાણા, સમારેલા રવૈયાં અને ડુંગળી નાખી થોડું પાણી રેડી સાત-આઠ મિનિટ ચડવા દો.
 • એક તપેલીમાં ચોખાથી બમણું પાણી લઇ તેમાં સમારેલાં શાક ભેળવો. ચમચાથી ચાર-પાંચ વાર હલાવી આંચ પરથી ઉતારી લો અને સર્વ કરતી વખતે ઉપર કોથમીર ભભરાવો.
X
Recipe: Make spice rice from the added rice

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી