પનીરના પૂડલા / રેસિપી:હેલ્ધી રહેવા માટે બનાવો ટેસ્ટી પનીરના પૂડલા જે ખાવામાં પણ લાગશે સ્વાદિષ્ટ

Recipe: Make Healthy Living Tasty punir pudala which will also taste delicious

Divyabhaskar.com

Oct 10, 2019, 11:19 AM IST

રેસિપી ડેસ્ક. સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ખૂબ જરૂરી છે. જેનાથી શરીરને દરેક વિટામિન, મીનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે. તો આજે આવી જ પોષણયુક્ત વાનગી બનાવો પનીરના પૂડલા જે ખાવામાં પણ એકમદ ટેસ્ટી છે.
સામગ્રી

 • અડધો કપ- મગની મોગર દાળ
 • નાનો ટુકડો-સમારેલું આદું
 • 2થી3 નંગ સમારેલાં મરચાં
 • ચપટી હિંગ -
 • 4-5 કળી લસણ
 • મીઠું - સ્વાદ મુજબ

સ્ટફિંગ માટે

 • અડધો કપ પનીર છીણેલું
 • સમારેલો ફુદીનો
 • સમારેલી કોથમીર
 • સમારેલાં મરચાં
 • 1/2 ચમચી ચાટમસાલો
 • મીઠું - સ્વાદ મુજબ
 • તેલ - સાંતળવા માટે

બનાવવાની રીત :

 • મગની દાળને આખી રાત પલાળી રાખો. તેનું પાણી નિતારી લો. તેમાં અડધો કપ પાણી, આદું, લસણ, લીલાં મરચાં અને મીઠા સાથે બારીક ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી હિંગ નાખો. એક અલગ બાઉલમાં સ્ટફિંગ માટેની સામગ્રી કાઢીને મિક્સ કરો. હવે લોઢી પર મગની દાળના મિશ્રણના પૂડલા બનાવો.
 • થોડું તેલ લગાવી તેને બંને તરફ શેકો. હવે સ્ટફિંગને પૂડલા પર ફેલાવી પૂડલાને બે કે ત્રણ વાર ફોલ્ડ કરીને શેકો.
 • સ્ટફિંગમાં બારીક સમારેલાં શાક પણ નાખી શકો છો. તો તૈયાર છે પનીર પૂડલા તેને દહીં અથવા કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
X
Recipe: Make Healthy Living Tasty punir pudala which will also taste delicious

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી