ડ્રાય ફ્રૂટ્સ લાડુ / રેસિપીઃ10 મિનિટમાં બનાવો ડિલિશિયસ ડ્રાય ફ્રૂટ્સ લાડુ

Recipe: Make Delicious dry fruits in 10 minutes

Divyabhaskar.com

Oct 14, 2019, 06:42 PM IST

રેસિપી ડેસ્ક. ડ્રાય ફ્રૂટ્સ લાડુ બનાવવામાં પણ સરળ છે અને ખાવામાં પણ ડિલિશિયસ છે. તેમજ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેને તમે સ્ટોર કરીને રાખી શકો છો. તો 10 મિનિટમાં બનાવો ડ્રાય ફ્ર્ટ્સ લાડુ.
સામગ્રી

 • 1 કપ ઓટ્સ
 • 1 ચમચો સમારેલાં અખરોટ
 • 1 ચમચો સમારેલી બદામ
 • 2 ચમચા તેલ
 • 2 ચમચી ઘી
 • જરૂર મુજબ ગોળ
 • 1/2 ચમચી એલચીનો ભૂકો
 • 2 ચમચા દૂધ

બનાવવાની રીત :

 • પેન ગરમ કરી તેમાં ઓટ્સ અને બધા ડ્રાય ફ્રૂટ્સ શેકી લો. તે પછી તેને કાઢીને ઠંડા થવા દો.
 • ત્યારબાદ પેનમાં તલ નાખી મધ્યમ આંચે શેકો. તેને પણ કાઢીને ઠંડા થવા દો.
 • ગરમ પેનમાં ઘી અને ગોળ નાખી મિક્સ કરો અને ધીમી આંચે એક મિનિટ સુધી રહેવા દો. તેમાં શેકેલા ઓટ્સ, ડ્રાયફ્રૂટ્સ, તલ અને એલચીનો પાઉડર નાખી મિક્સ કરો. તે પછી દૂધ રેડો. છેલ્લે તૈયાર મિશ્રણમાંથી લાડુ બનાવો. તો તૈયાર છે હેલ્ધી ડ્રાય ફ્રૂટ્સ લાડુ.
X
Recipe: Make Delicious dry fruits in 10 minutes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી